અમેરિકામાં અત્યારે મોટો પોલિટિકલ ડ્રામા ચાલી રહ્યા છે. છેલ્લા 6-8 મહિનાથી એકબીજાનું સમર્થન કરનારા ડોનાલ્ડ ટ્રમ્પ અને એલોન મસ્ક હવે સામસામે આવી ગયા છે.
આ દરમિયાન, મસ્કે અમેરિકામાં એક નવા રાજકીય પક્ષની જરૂરિયાત અંગે એક મોટું નિવેદન આપ્યું છે. મસ્કે નવા રાજકીય પક્ષની ચર્ચા શરૂ કરી છે અને તેના નામની પણ જાહેરાત કરી નાંખી છે. એલોન મસ્કે X પર કહ્યું કે તેઓ ‘ધ અમેરિકા પાર્ટી’ નામે નવો રાજકીય પક્ષ શરૂ કરશે.
https://x.com/elonmusk/status/1930685402631053403
વાસ્તવમાં, એલોન મસ્કે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક મતદાન ચલાવ્યું હતું. મસ્કે X પર લખ્યું કે જનતાએ પોતાનો ચુકાદો આપી દીધો છે, અમેરિકાને એક નવા રાજકીય પક્ષની જરૂર છે. જે મધ્યમ 80% લોકોનું નેતૃત્વ કરે છે અને બરાબર 80% લોકોએ તેને ટેકો આપ્યો છે.
https://x.com/elonmusk/status/1931112942495523014
આ પછી, તેમણે ‘ધ અમેરિકા પાર્ટી’ નામની જાહેરાત કરતી પોસ્ટ કરી હતી. આ એવા સમયે બન્યું જ્યારે સોશિયલ મીડિયા પર મસ્ક અને ટ્રમ્પ વચ્ચે શાબ્દિક યુદ્ધ વધુ તીવ્ર બન્યું છે.