RBIની આ જાહેરાતથી હવે ઘટી જશે તમારા ઘર અને કારની લોનની EMI

Chintan Gohil
By Chintan Gohil 2 Min Read

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI) ની MPC મીટિંગના પરિણામો આવી ગયા છે અને સેન્ટ્રલ બેન્કે ફરી એકવાર મોટી રાહત આપી છે. RBIએ રેપો રેટમાં 0.50 બેસિસ પોઈન્ટનો ઘટાડો કર્યો છે. ગત ફેબ્રુઆરી-એપ્રિલમાં પણ 25-25 બેસિસ પોઈન્ટનો ઘટાડો કરવામાં આવ્યો હતો. હાલના લેટેસ્ટ નિર્ણય બાદ રેપો રેટ 6 ટકાથી ઘટીને 5.50 ટકા પર આવી ગયો છે.

જણાવી દઈએ કે, અગાઉની બે MPC બેઠકોમાં પણ વ્યાજ દરમાં 25-25 બેસિસ પોઈન્ટનો ઘટાડો કરવામાં આવ્યો હતો. બેંક લોન લેતા ગ્રાહકો માટે સારા સમાચાર છે, કારણ કે હવે તેમનો EMI વધુ ઘટાડવામાં આવશે.

લોન થશે સસ્તી

રેપો રેટ સીધો બેંક લોન લેતા ગ્રાહકો સાથે જોડાયેલો છે. તેના ઘટાડાને કારણે, લોનનો EMI ઘટે છે અને તેના વધારાને કારણે, તે વધે છે. વાસ્તવમાં, રેપો રેટ એ દર છે જેના પર દેશની મધ્યસ્થ બેંક ભંડોળની અછતના કિસ્સામાં વાણિજ્યિક બેંકોને નાણાં ધિરાણ આપે છે. મોનેટરી ઓથોરિટીઝ દ્વારા રેપો રેટનો ઉપયોગ ફુગાવાને નિયંત્રિત કરવા માટે કરવામાં આવે છે.ધારો કે તમે 30 વર્ષ માટે બેંક પાસેથી 50 લાખ રૂપિયાની હોમ લોન લીધી છે અને તેના બદલામાં તમે 9 % વ્યાજ ચૂકવી રહ્યા છો, તો તમારી માસિક EMI 40,231 રૂપિયા થશે. બીજી તરફ, RBI રેપો રેટમાં 50 બેસિસ પોઈન્ટના ઘટાડા પછી, આ EMI ઘટીને 38,446 રૂપિયા થઈ જશે. એટલે કે, માસિક EMIમાં 2000 રૂપિયાનો ઘટાડો થશે.

Share This Article