IPL ચેમ્પિયન બનતા જ ખુશીથી નાચી ઉઠ્યા RCBના ખેલાડીઓ, આખી રાત ચાલી ડાન્સ પાર્ટી

sayyamnews
By sayyamnews Add a Comment 3 Min Read

અમદાવાદમાં ગઈ કાલે રમાયેલી IPL 2025ની ફાઇનલમાં રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુએ પંજાબ કિંગ્સને ૬ રને હરાવીને પહેલવહેલી વાર ટાઇટલ જીત્યું હતું. બૅન્ગલોરે વિરાટ કોહલીની ૪૩ રનની ઇનિંગ્સની મદદથી નવ વિકેટ ગુમાવીને ૧૯૦ રન બનાવ્યા હતા. પંજાબની ટીમ શશાંક સિંહની ૬૧ રનની ઇનિંગ્સના આધારે સાત વિકેટે ૧૮૪ રન ફટકારીને નાના અંતરથી ફાઇનલ મૅચ હારી હતી. રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB)એ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં પોતાનું પહેલું ટાઇટલ જીત્યું છે. ટીમે પંજાબ કિંગ્સ (PBKS)ને 6 રનથી હરાવ્યું. આ સાથે, IPLને 18મી સીઝનમાં તેનો આઠમો ચેમ્પિયન મળ્યો.

આરસીબી પહેલીવાર IPL ચેમ્પિયન બની છે, ત્યારબાદ RCB આખી રાત ડાન્સ પાર્ટી કરી હતી. ડાન્સ ફ્લોર પર ફાઇનલના હિરો પ્લેયર ઓફ ધ મેચ કૃણાલ પંડ્યાનો અંદાજ જોઇને બધા દંગ રહી ગયા હતા. બેંગલુરુના બોલરોએ પંજાબ માટે 191 રનના લક્ષ્યને અશક્ય બનાવ્યું, જેમાં કૃણાલ પંડ્યાનો મોટો હાથ હતો. તેણે બે વિકેટ લીધી હતી જેણે આખી મેચ પલટી નાખી અને બેંગલુરુની મેચમાં વાપસી કરાવી હતી. પંડ્યાએ 4 ઓવરમાં 17 રન આપીને બે વિકેટ લીધી હતી.

ટૉસ હારીને પહેલાં બૅટિંગ કરતાં બૅન્ગલોરે બીજી જ ઓવરમાં ઓપનર ફિલ સૉલ્ટ (નવ બૉલમાં ૧૬ રન)ની વિકેટ ગુમાવી દીધી હતી. અહીંથી ૧૫ ઓવર સુધી વિરાટ કોહલીએ ૩ ફોરની મદદથી ૩૫ બૉલમાં ૪૩ રનની ધીરજપૂર્વકની ઇનિંગ્સ રમી હતી. તેણે મયંક અગ્રવાલ (૧૮ બૉલમાં ૨૪ રન) સાથે બીજી વિકેટની ૩૮ રન, કૅપ્ટન રજત પાટીદાર (૧૬ બૉલમાં ૨૬ રન) સાથે ત્રીજી વિકેટની ૪૦ રનની અને લિયામ લિવિંગસ્ટન (૧૫ બૉલમાં પચીસ રન) સાથે ચોથી વિકેટની ૩૫ રનની ભાગીદારી કરી હતી. વિકેટકીપર-બૅટર જિતેશ શર્માએ ૨૪૦ના સ્ટ્રાઇક-રેટથી બૅટિંગ કરીને માત્ર ૧૦ બૉલમાં બે ફોર અને બે સિક્સની મદદથી ૨૪ રન ફટકારી દીધા હતા.

બૅન્ગલોરે અંતિમ ૨૩ રનની અંદર પાંચ વિકેટ ગુમાવી દેતાં અમદાવાદની આ સીઝનની પહેલી ઇનિંગ્સમાં લોએસ્ટ ૧૯૦ રનનો સ્કોર નોંધાવ્યો હતો. પંજાબના ફાસ્ટ બોલર અર્શદીપ સિંહે (૪૦ રનમાં ત્રણ વિકેટ) ૨૦મી ઓવરમાં માત્ર ૩ રન આપીને રોમારિયો શેફર્ડ (નવ બૉલમાં ૧૭ રન), કૃણાલ પંડ્યા (પાંચ બૉલમાં ચાર રન) અને ભુવનેશ્વર કુમાર (બે બૉલમાં એક રન)ને પૅવિલિયન ભેગા કર્યા હતા. ફાસ્ટ બોલર કાઇલ જેકિસને (૪૮ બૉલમાં ૩ વિકેટ) પણ મહત્ત્વપૂર્ણ વિકેટ લીધી હતી.
બૅન્ગલોરના સ્પિનર કૃણાલ પંડ્યા (૧૭ રનમાં બે વિકેટ) મહત્ત્વપૂર્ણ વિકેટ લઈને પંજાબની રનની ગતિ પર એક સમયે બ્રેક લગાવી હતી. ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારે (૩૮ રનમાં બે વિકેટ) ૧૭મી ઓવરમાં બે વિકેટ લઈને જીત ઑલમોસ્ટ સુનિશ્ચિત કરી દીધી હતી. ફાસ્ટ બોલર જોશ હેઝલવુડે (૫૪ રનમાં એક વિકેટ) પણ અંતિમ ઓવરમાં જીત માટે જરૂરી ૨૯ રન સામે બાવીસ રન આપ્યા હતા

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *