બિગબોસના ઘરમાં એન્ટ્રી લઈ શકે છે જેઠાલાલની ‘બબીતા’, તારક મહેતા શો છોડશે કે કેમ?

Chintan Gohil
By Chintan Gohil 1 Min Read

ટીવીના સૌથી લોકપ્રિય શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ની શરૂઆત વર્ષ 2008થી થઈ હતી. ત્યારથી આ શોમાં મુનમુન દત્તા ‘બબીતાજી’ના રોલમાં દર્શકોનું મનોરંજન કરી રહી છે. ત્યારે એવા અહેવાલ સામે આવી રહ્યા છે કે મુનમુન દત્તા તારક મહેતા શો છોડી શકે છે. સલમાન ખાનના પ્રખ્યાત રિયાલિટી શૉ બિગ બોસની 19મી સીઝનમાં તે એન્ટ્રી કરી શકે છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, મુનમુનને આ વખતે પણ શોમાં ભાગ લેવાની ઓફર મળી છે અને તેના નિર્માતાઓ સાથે વાતચીત ચાલી રહી છે. નિર્માતાઓ છેલ્લા ઘણા વર્ષોથી ‘બિગ બોસ’ માટે મુનમુન દત્તાનો સતત સંપર્ક કરી રહ્યા છે. જોકે, દર વર્ષે અભિનેત્રી વિચાર્યા વિના આ ઓફરને નકારી કાઢે છે. જોકે મુનમુન દત્તા તરફથી અત્યાર સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી, પરંતુ ચર્ચા થઈ રહી છે કે જો બધું બરાબર રહ્યું તો તે જુલાઈથી શરૂ થનારી આ સીઝનમાં બિગ બોસના ઘરમાં પ્રવેશ કરી શકે છે. આ વર્ષે ‘બિગ બોસ’માં જોડાવા અંગે તે શું નિર્ણય લે છે? તે તો સમય જ કહેશે.

Share This Article