ટીવી એક્ટર વિભુ રાઘવનું નિધન, આ ગંભીર બિમારીથી ઝઝૂમી રહ્યો હતો અભિનેતા

Chintan Gohil
By Chintan Gohil 1 Min Read

ટીવી એક્ટર વિભુ રાઘવ કેન્સર સામે લાંબી લડાઈ બાદ જીવનની લડાઈ હારી ગયા છે. તેમને સ્ટેજ 4 ન્યુરોએન્ડોક્રાઇન કોલોન કેન્સર હતું. તેમના મિત્રોએ આ દુઃખદ સમાચાર સાથે સોશિયલ મીડિયા પર તેમના અંતિમ સંસ્કારની વિગતો પોસ્ટ કરી છે. ‘નિશા ઔર ઉસકે કઝીન્સ’ ફેમ એક્ટર વિભુ રાઘવના અવસાનથી સમગ્ર ટીવી ઈન્ડસ્ટ્રી શોક વ્યાપી ગયો છે.

સોશિયલ મીડિયા પર ચાહકો અને સેલેબ્સે આંસુભરી આંખો સાથે વિભુને વિદાય આપી છે. કેન્સરની આ સફર દરમિયાન વિભુ સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય હતો. તે લોકોને આ ગંભીર રોગ વિશે જાગૃત પણ કરતો હતો. તેણે ઘણાં વીડિયોમાં પોતાનું દર્દ શેર કર્યું હતું. વર્ષ 2022માં વિભુને કેન્સર હોવાનું સામે આવ્યું હતું.

Share This Article