ભારતે પાકિસ્તાનમાં 20 નહીં, 28 સ્થળોએ તબાહી મચાવી!

Chintan Gohil
By Chintan Gohil 1 Min Read

પાકિસ્તાની આતંકીઓએ પહલગામમાં કરેલ આતંકી હુમલા બાદ ભારત સહિત વિશ્વના દેશોએ આ હુમલાની આકરી નિંદા કરી હતી.આ હુમલા બાદ ભારતે પણ નિર્દોષ નાગરિકોના મોતનો બદલો ઓપરેશન સિંદૂર મારફતે લીધો હતો.વિશ્વભરમાં ભારતના ઓપરેશન સિંદૂરની સફળતાની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. આ દરમિયાન, ભારતીય સેનાએ પાકિસ્તાન અને પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીર (POK) માં ઘણા આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો હતો. હવે પાકિસ્તાનના ડોઝિયરમાં ઓપરેશન સિંદૂર અંગે એક મોટો ખુલાસો થયો છે.

પાકિસ્તાનના ડોઝિયરે જ જણાવી દીધુ કે, ભારતે પાકિસ્તાનની અંદર સુધી જવાબી કાર્યવાહી કરી હતી. તેણે પાકિસ્તાનમાં 20 નહીં પણ 28 સ્થળોએ હુમલા કર્યા હતાં. ભારતીય સેનાએ પ્રેસ બ્રિફિંગમાં પાકિસ્તાનમાં હાથ ધરાયેલી જવાબી કાર્યવાહીમાં સ્થળોનો કોઈ ઉલ્લેખ કર્યો ન હતો. પરંતુ ડોઝિયરમાં તેનો ખુલાસો થયો છે કે, ભારતે પેશાવર, સિંધ, ઝાંગ, ગુજરાંવાલા, ભવાલનગર, અને છોર સહિત અનેક સ્થળોએ નુકસાન પહોંચાડ્યું હતું.

ભારતે પાકિસ્તાનના ઘણા લશ્કરી ઠેકાણાઓને નિશાન બનાવ્યા હતા. તેણે નૂર ખાન, રફીકી, મુરીદકે, સુક્રુર, સિયાલકોટ, પસરુર, ચુનિયાન અને સરગોધા સહિત કુલ 11 એરબેઝ પર બદલો લીધો હતો. તાજેતરમાં મેક્સર ટેક્નોલોજીએ સેટેલાઇટ છબીઓ જાહેર કરી હતી. આ દ્વારા, ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાનના લશ્કરી ઠેકાણાઓને થયેલા નુકસાનનો ખુલાસો થયો હતો.

Share This Article