JEE Advanced 2025 નું પરિણામ જાહેર, આ રીતે ચેક કરજો તમારો સ્કોર

Chintan Gohil

આઈઆઈટી જેવી સંસ્થાઓમાં ભણવાનું ઘણા વિદ્યાર્થીઓનું સપનું હોય છે. જેમાં પ્રવેશ મેળવવા માટે ધોરણ 12 વિજ્ઞાનપ્રવાહ માટે જોઈન્ટ એન્ટ્રન્સ એક્ઝામ(JEE) નામની પ્રવેશ પરીક્ષા આપવાની રહે છે. ત્યારે આજે જેઈઈ એડવાન્સ 2025નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ વખતે IIT દિલ્હી ઝોનના રજિત ગુપ્તાએ ટૉપ કર્યું છે. તેણે 360 માંથી 332 ગુણ મેળવ્યા છે, ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ jeeadv.ac.in પર રિઝલ્ટ જોઈ શકે છે. ઉમેદવારો jeeadv.ac.in વેબસાઈટ પર પોતાનો રજીસ્ટ્રેશન નંબર તથા જન્મતારીખ દાખલ કરીને પોતાનું પરિણામ જોઈ શકે છે.

રિઝલ્ટની સાથે જ ફાઇનલ આન્સર કી પણ વેબસાઇટ પર જાહેર કરી દેવામાં આવી છે, જેને વિદ્યાર્થીઓ ડાઉનલોડ કરી શકે છે. JEE એડવાન્સ 2025ની પરીક્ષા 18 મેના દિવસે બે શિફ્ટમાં આયોજિત કરવામાં આવી હતી, જેમાં પેપર-1 અને પેપર-2 સામેલ હતા. વિદ્યાર્થીની રિસ્પૉન્સ શીટ 22 મેના દિવસે જાહેર કરવામાં આવી હતી અને 25મેના દિવસે પ્રોવિઝનલ આન્સર કી ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. પરીક્ષામાં પાસ થનાર સફળ ઉમેદવારો આઈઆઈટીમાં પ્રવેશ મેળવવા માટે અરજી કરી શકશે. તેમના કાઉન્સેલિંગ માટેની રજીસ્ટ્રેશન પ્રક્રિયા 3 જૂનથી શરૂ થશે.

 

JEE Advanced પરિણામ કેવી રીતે તપાસશો

results25.jeeadv.ac.in વેબાસાઈટ પર જાઓ.
હોમપેજ પર માગ્યા મુજબ રોલ નંબર, જન્મતારીખ અને મોબાઈલ નંબર દાખલ કરો.
સ્ક્રીન પર તમારૂ સ્કોરકાર્ડ દેખાશે. જેને તમે ડાઉનલોડ કરી શકો છો.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *