ભારતના પડોશી દેશ નેપાળ અને તિબેટમાં ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા છે. મોડી રાત્રે 2 કલાક 40 મિનિટની આસપાસ તિબેટમાં ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા. જેના કારણે ભારત-નેપાળ સરહદી વિસ્તારો સહિત ઉત્તર પ્રદેશ અને બિહારમાં પણ આંચકા આવ્યા હતા.
નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ જણાવ્યું હતું કે તિબેટમાં આવેલ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.7 ની હતી. તિબેટમાં આવેલા આ ભૂકંપના આંચકા ભારત-નેપાળ સરહદે અને ઉત્તર પ્રદેશ-બિહારના કેટલાક વિસ્તારોમાં અનુભવાયા હતા. જોકે, કોઈ નુકસાન કે જાનમાલને નુકસાનના અહેવાલ સામે આવ્યા નથી. ભારતીય સમય મુજબ રાત્રે 2:41 વાગ્યે આવેલા આ ભૂકંપે લોકોની ઊંઘ ઉડાડી દીધી હતી અને લોકો ડરના માર્યા ઘરોમાંથી બહાર નીકળી આવ્યા હતા.