આતંકીસ્તાન પાકને IMFએ કરી મદદ, ભારતે નોંધાવ્યો સખત વિરોધ

Chintan Gohil
By Chintan Gohil 1 Min Read

ભારતના ઓપરેશન સિંદૂરથી રઘવાયું બનેલું પાકિસ્તાન સતત ભારત પર હુમલાનો પ્રયત્ન કરી રહ્યું છે. આતંકવાદીઓનો ઉછેર કરનારા અને તેનો બચાવ કરનારા પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (IMF) એ 1 અબજ ડોલરના બેલઆઉટ પેકેજની જાહેરાત કરી છે. IMF દ્વારા તેની પુષ્ટિ કરવામાં આવી.

શુક્રવારે ભારતે પાકિસ્તાનને 1.3 અબજ ડોલરની નવી લોન આપવાના IMFના પ્રસ્તાવનો વિરોધ કર્યો હતો. ભારતે તેની પાછળનું કારણ ઇસ્લામાબાદના ‘નાણાકીય સહાયના ઉપયોગમાં ખરાબ રેકોર્ડ’ને ગણાવ્યું હતું. આ નાણાંનો દુરુપયોગ ટેરર ફંડિંગ માટે થઈ શકે છે. આ સંદર્ભમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળની મહત્ત્વપૂર્ણ બેઠકમાં ભારત વિરોધ દર્શાવવા મતદાનથી દૂર રહ્યું હતું.

પાકિસ્તાનને આ પૈસા આતંકવાદ પર ખર્ચ કરશે : ભારત

ભારતે આઈએમએફને આકરો સંદેશ આપ્યો છે કે પાકિસ્તાનને હવે વધુ લોન ન આપવી જોઈએ, કારણ કે આ નાણાં પાકિસ્તાનની અર્થવ્યવસ્થાને સુધારવામાં નહીં પણ આતંકવાદી સંગઠનો અને આતંકવાદીઓને પોષવામાં ખર્ચાશે.

Share This Article