અમેરિકા પહોંચવા માટે ગેરકાયદેસર ડન્કી રૂટ દરેકને ખબર છે પરંતુ નાગરિકતા મેળવવા માટે ભારતીય માતા-પિતા તેમના બાળકોને અમેરિકન સરહદ પર છોડી રહ્યા છે. વિશ્વભરના હજારો માતા-પિતામાં સામેલ છે જેઓ પોતાના બાળકોને મેક્સિકો-યુએસએ અથવા કેનેડા-યુએસએ સરહદ પર છોડી દે છે, જેથી તેઓ પોતાને અને પોતાના બાળકો માટે નાગરિકતા મેળવી શકે. ત્યારે હવે ટ્રમ્પ સરકારે આ મામલે કડકાઈ દાખવી છે. ટ્રમ્પ તંત્રએ નાગરિકતા મેળવવાની આ પ્રકારની ચાલ સામે આકરાં પગલા અપનાવવાનો નિર્ણય લીધો છે.
મળતી માહિતી મુજબ, સામાન્ય રીતે માબાપ પહેલા ગેરકાયદેસર રીતે દાખલ થવામાં સફળ થાય છે. પછી તે પોતાના બાળકો માટે અન્ય ગેરકાયદેસરના પ્રવાસીઓ દ્વારા પ્રવાસ ખેડવાની વ્યવસ્થા કરાવે છે. બાળકો જ્યારે સરહદ પર પકડાય છે ત્યારે કુટુંબ શરણ માટે અરજી કરે છે. તેના લીધે તેમને માનવીય આધારે રહેવાની મંજૂરી મળે છે. ૨૦૨૨થી ૨૦૨૫ સુધીમાં લગભગ અઢી હજારથી પણ વધારે સગીરોને આ રીતે અમેરિકામાં દાખલ થતાં રોકવામાં આવ્યા હતા. તેમા ૧,૬૫૬ તો ભારતીય સગીરો જ હતા.
યુએસ કસ્ટમ્સ એન્ડ બોર્ડર પ્રોટેક્શન (USCBP) ના ડેટા દ્વારા પણ આ જ વાત બહાર આવી છે. ઓક્ટોબર 2024 થી 25 ફેબ્રુઆરી સુધીમાં, 77 ભારતીય સગીરો યુએસ બોર્ડર પર પકડાયા હતા. આ બાળકોને ઇરાદાપૂર્વક યુએસ-મેક્સિકો સરહદ પર અથવા કેનેડા થઈને ત્યજી દેવામાં આવ્યા હતા.આ ઉપરાંત ઓક્ટોબર ૨૦૨૪થી ફેબુ્રઆરી ૨૦૨૫ સુધી ૭૭ ભારતીય સગીરોને અમેરિકાની સરહદ પર પકડવામાં આવ્યા છે. આ બાળકોને અમેરિકા-મેક્સિકો કે કેનેડા સરહદ પર ઇરાદાપૂર્વક છોડવામાં આવ્યા હતા.
ડંકી રૂટ શું છે?
ડંકી એટલે એક જગ્યાએથી કૂદીને બીજે જવું. વિદેશ જવા માટે ગેરકાયદેસર આ રીત અપનાવાતી હોવાથી એને ડંકી રુટ કહેવાય છે. મોતના જોખમ વચ્ચે અમેરિકા જવાની ઘેલછાનું સપનું પુરુ કરવા ઉપયોગમાં લેવાતો ગેરકાયદેસર ટ્રીક. પોતાની જાતને છુપાવીને ઘણા દેશોની સરહદો પાર કરીને બીજા દેશમાં પહોંચવામાં આવે છે