પાકિસ્તાનને પાઠ ભણાવવા માટે ભારતનું વધુ એક મોટું પગલું

Chintan Gohil
By Chintan Gohil 1 Min Read

પહલગામ આતંકવાદી હુમલા બાદ, ભારતે પાકિસ્તાન સાથે 65 વર્ષ જૂની સિંધુ જળ સંધિ રદ કરી દીધી છે. ત્યારે પાકિસ્તાનને પાઠ ભણાવવા માટે ભારત દ્વારા વધુ એક મોટું પગલું લેવામાં આવ્યું છે. ભારતે ચેનાબ નદી પરના બગલીહાર બંધમાંથી પાકિસ્તાન જતું પાણી બંધ કરી દીધું છે અને જેલમ નદી પરના કિશનગંગા બંધ પર પણ આવા જ પગલાં લેવાની યોજના છે.સમાચાર એજન્સી પીટીઆઈએ આ માહિતી આપી છે.

પીટીઆઈએ સૂત્રોને ટાંકીને જણાવ્યું છે કે ભારત ઝેલમ નદી પર બનેલા કિશનગંગા ડેમ પર પણ આવું જ પગલું ભરવાનું વિચારી રહ્યું છે.તમને જણાવી દઈએ કે 22 એપ્રિલે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતે સિંધુ જળ સંધિને સ્થગિત કરવા અને હવાઈ ક્ષેત્ર બંધ કરવા જેવા અનેક મોટા નિર્ણયો લઈને પાકિસ્તાન માટે સમસ્યાઓ ઉભી કરી છે. શનિવારે એક મોટો નિર્ણય લેતા ભારતે પાકિસ્તાનથી આયાત સંપૂર્ણપણે બંધ કરી દીધી હતી. જ્યારે ભારતે સિંધુ જળ સંધિને સ્થગિત કરી ત્યારે પાકિસ્તાને તેનો સખત વિરોધ કર્યો અને કહ્યું કે પાણી રોકવાનો કોઈપણ પ્રયાસ યુદ્ધની કોશિશ ગણાશે.

Share This Article