IPL 2025 ની 48મી મેચમાં, કોલકાતા નાઈટ રાઈડર્સે દિલ્હી કેપિટલ્સને 14 રનથી હરાવ્યું. દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં કોલકાતાનો 8 વર્ષ બાદ વિજય થયો છે. તેણે 2017ની સીઝનમાં છેલ્લે મેચ જીતી હતી. કોલકાતાએ પ્રથમ બેટિંગ કરતા 9 વિકેટે 204 રન બનાવ્યા હતા.
કોલકાતા તરફથી રઘુવંશીએ 44, રિંકુ સિંઘે 36 અને સુનીલ નારાયણે 27 રનની ઈનિંગ રમી હતી. જવાબમાં દિલ્હીની ટીમ ફક્ત 190 રન જ બનાવી શકી હતી. 205 રનનો ટાર્ગેટ ચેઝ કરી રહેલી દિલ્હી 20 ઓવરમાં 9 વિકેટે 190 રન બનાવી શકી.
સુનીલ નારાયણ બન્યો ગેમ ચેન્જર
દિલ્હી તરફથી ફાફ ડુ પ્લેસિસે 62, અક્ષર પટેલે 43 અને વિપરાજ નિગમે 38 રન બનાવ્યા હતા. જ્યારે કેકેઆર તરફથી ગેમ ચેન્જિંગ સ્પેલ સુનીર નારાયણે નાખી હતી તેણે 4 ઓવરમાં 29 રન આપીને 3 વિકેટ લીધી હતી. જ્યારે વરુણ ચક્રવર્તીએ બે વિકેટ લીધી હતી.