અભિનેતા વિકી કૌશલે હવે પોતાના એપાર્ટમેન્ટની લીઝ 3 વર્ષ સુધી લંબાવી છે. વિકી કૌશલ આ apartment માં પત્ની કેટરિના કૈફ સાથે રહેવા માટે દર મહિને લાખો રૂપિયા ચૂકવશે.
મળતી માહિતી મુજબ, વિક્કી કૌશલ અને કેટરીનાએ મુંબઈના જુહૂના તેમના ફલેટનો લીઝ કરાર રીન્યૂ કરાવ્યો છે. નવેસરથી નક્કી થયેલાં દર અનુસાર વિક્કી દર મહિને ૧૭.૦૧ લાખ રુપિયા ભાડું ચૂકવશે. દર વર્ષે ભાડાંમાં વધારો થતો રહેશે. ત્રીજાં વર્ષે તે મહિને ૧૭.૮૬ લાખ ભાડું ચૂકવશે. ત્રણ વરસમાં તે કુલ ૬. ૨ કરોડ રૂપિયા ભાડા પેટે ચુકવશે.
વિક્કી અને કેટરિના હવે એપાર્ટમેન્ટમાં રહેવા માટે મહિને લાખો રૂપિયા ખર્ચ કરશે

Leave a comment