21 વર્ષ બાદ SSC-HSC Marksheet માં મોટો ફેરફાર, વર્ષો જૂનું ફોર્મેટ બદલાશે

Chintan Suthar

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને અપાતી માર્કશીટમાં 2027થી મોટા ફેરફાર જોવા મળી શકે છે. છેલ્લા 21 વર્ષથી પરંપરાગત રીતે ચાલી આવતી બોર્ડની માર્કશીટ (Mark Sheet) ના ફોર્મેટમાં હવે ધરખમ ફેરફાર થવા જઈ રહ્યો છે. શિક્ષણ વિભાગના જણાવ્યા અનુસાર, વર્ષ 2027 થી ધોરણ 10 (SSC) અને ધોરણ 12 (HSC) ની માર્કશીટમાં સુરક્ષા અને સરળતા માટે ‘બારકોડ’ (Barcode) સિસ્ટમ અમલમાં મૂકવામાં આવશે. જે સ્કેન કરીને વિદ્યાર્થી ડિજિટલ કોપી પણ રાખી શકશે અને વેરિફિકેશનમાં પણ સરળતા રહેશે.

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા દર વર્ષે ધોરણ 10 અને 12ના 15 લાખથી વધુ વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાય છે અને આ લાખો વિદ્યાર્થીઓને અપાતી માર્કશીટમાં છેલ્લા 21 વર્ષથી કોઈ અપડેટેશન ન કરાયું હોય કે ડિજિટલાઇઝેશન ન થયું હોય અને ફોર્મેટ ન બદલાયું હોવાની ફરિયાદ ઊઠી છે.

આ અંગે કોંગ્રેસના પ્રવક્તા હેમાંગ રાવલે ફરિયાદ કરતા કહ્યું કે, ગુજરાત શિક્ષણ બોર્ડની માર્કશીટ આજે પણ દાયકાઓ જૂના ફોર્મેટમાં જ અપાય છે. અન્ય રાજ્યો અને સીબીએસઈ બોર્ડ દ્વારા ક્યુઆર કોડ, ડિજિટલ સિગ્નેચર સાથેની માર્કશીટ અપાય છે અને ડિજિલોકરમાં પણ પરિણામ સાથે જ માર્કશીટનો ડેટા મુકાતો હોવાથી વિદ્યાર્થીને ડિજિલોકરમાંથી પણ માર્કશીટ મળે છે.

 

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *