અમેરિકા, ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે વિશ્વભરમાં ઓઈલ અને ગેસની અછત સર્જાઈ છે, જેની અસર ભારત પર પણ પડી રહી છે. ઈરાનમાં ચાલી રહેલા યુદ્ધ અને વૈશ્વિક ઉર્જા સંકટના ભય વચ્ચે, ભારતમાં ઘરેલુ LPG સિલિન્ડર અંગે એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ઘરેલુ ગેસ સિલિન્ડરની આગામી બુકિંગ માટે રાહ જોવાનો સમયગાળો 21 દિવસથી વધારીને 25 દિવસ કરવામાં આવ્યો હતો. ત્યારે દેશમાં રાંધણ ગેસની અછત ઉભી ન થાય અને પુરવઠો જળવાઈ રહે તે માટે કેન્દ્ર સરકારે (Central Government) કડક વલણ અપનાવ્યું છે. સરકારે તાત્કાલિક અસરથી આવશ્યક સેવા જાળવણી અધિનિયમ એટલે કે ESMA [Essential Services Maintenance Act] લાગુ કરવાનો નિર્ણય લીધો છે. આ પગલું મુખ્યત્વે LPGનો સંગ્રહ અટકાવવા માટે લેવામાં આવ્યું છે, જેથી કટોકટીના સમયમાં પણ તમામ ગ્રાહકોને પૂરતો પુરવઠો મળી રહે.
શું છે ESMA કાયદો અને તેની જરૂરિયાત?
આવશ્યક સેવાઓ જાળવણી અધિનિયમ (ESMA Imposed) એ ચોક્કસ સેવાઓની ડિલિવરી સુનિશ્ચિત કરવા માટે રચાયેલ કાયદો છે. આ સેવાઓ લોકોના સામાન્ય જીવન માટે કેન્દ્રિય છે, અને તેમાં કોઈપણ વિક્ષેપ સામાન્ય જનતા પર સીધી અસર કરે છે. આમાં જાહેર પરિવહન (બસ સેવાઓ) અને આરોગ્યસંભાળ (ડોક્ટરો અને હોસ્પિટલો) જેવી સેવાઓનો સમાવેશ થાય છે. પરિવહન, આરોગ્ય કે ઈંધણ જેવી પાયાની જરૂરિયાતો પર જોખમ હોય ત્યારે સરકાર આ કાયદા હેઠળ કટોકટીની સત્તાઓનો ઉપયોગ કરી શકે છે. હાલમાં LPG સિલિન્ડરોની સંગ્રહખોરી રોકવા અને વિતરણ વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટે ESMA [ESMA in India] નો અમલ કરવામાં આવ્યો છે.
રિફાઇનરીઓને ઉત્પાદન વધારવા કડક સૂચના
સરકારે તેલ રિફાઇનરીઓ [Oil Refineries] અને પેટ્રોકેમિકલ પ્લાન્ટ્સને સ્પષ્ટ આદેશ આપ્યો છે કે તેઓ LPGનું ઉત્પાદન મહત્તમ કરે. હાઇડ્રોકાર્બનના અન્ય સ્ત્રોતોને પણ LPG પૂલમાં વાળવા માટે નિર્દેશ આપવામાં આવ્યા છે. ભારતમાં વર્ષ 2024-25 દરમિયાન LPG વપરાશ 31.3 મિલિયન ટન રહેવાનો અંદાજ છે, જેની સામે સ્થાનિક ઉત્પાદન માત્ર 12.8 મિલિયન ટન જ થાય છે. બાકીનો પુરવઠો આયાત પર નિર્ભર હોવાથી સરકારે આ પગલું ભર્યું છે.