અમદાવાદ એરપોર્ટ પર આફતનો એલાર્મ! શું હતી આ અચાનક દોડધામ?

Chintan Suthar

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ (SVPIA) ખાતે કુદરતી આફતો સમયે વિવિધ એજન્સીઓ વચ્ચેની તૈયારી અને સંકલનની સમીક્ષા કરવા માટે વ્યાપક આપત્તિ વ્યવસ્થાપન ‘મોક ડ્રિલ’ યોજાઈ હતી. નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (NDMA)ના માર્ગદર્શન હેઠળ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (AAI), અમદાવાદ ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ (DEOC-DPO), ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (GSDMA)ના સહયોગથી આ કવાયત હાથ ધરાઈ હતી.

મલ્ટિ-હેઝાર્ડ સિનારીયો પર આધારિત આ અભ્યાસમાં ભૂકંપ, આગ, CBRN (કેમિકલ-બાયોલોજિકલ-રેડિયોલોજિકલ-ન્યુક્લિયર) પરિસ્થિતિ, શોધ અને બચાવ કામગીરી તેમજ તેની અનુસંગી અસરોનું કૃત્રિમ વાતાવરણ ઊભું કરવામાં આવ્યું હતું. આ કવાયતનો મુખ્ય હેતુ આપત્તિ સમયે પ્રતિભાવ પદ્ધતિઓની અસરકારકતા, ઇન્સિડન્ટ રિસ્પોન્સ સિસ્ટમ (IRS)ના અમલીકરણ, સંદેશાવ્યવહારની ઝડપ અને સંસાધનોની ગતિશીલતાનું મૂલ્યાંકન કરવાનો રહ્યો છે.

આ મોક ડ્રિલમાં કેન્દ્ર અને રાજ્ય સરકારના વિભાગો, NDRF-SDRF ટીમો, અમદાવાદ પોલીસ, અમદાવાદ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ (AMC), 108 મેડિકલ સર્વિસ, સિવિલ ડિફેન્સ, બીજા પેરેગ્રાફ માં AIRPORT CISF, Army CANTONMENT, ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, અમદાવાદ સિવિલ હોસ્પિટલ, એપોલો હોસ્પિટલ,રેડ ક્રોસ સોસાયટી, BSNL,આપદા મિત્રો સહિત અનેક હિતધારક એજન્સીઓના અધિકારીઓએ સક્રિય ભાગ લીધો હતો. કવાયત દ્વારા વિવિધ વિભાગો વચ્ચે સંકલન વધુ મજબૂત બનાવવું, કામગીરીમાં રહેલી ખામીઓ ઓળખવી અને કટોકટી સમયે જાનમાલ તથા મહત્વપૂર્ણ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સુરક્ષા માટે સામૂહિક સજ્જતાને વધુ દ્રઢ બનાવવાનું ઉદ્દેશ્ય રાખવામાં આવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છેકે, આવી કવાયતો આપત્તિ સમયે ઝડપી અને સંકલિત પ્રતિભાવ સુનિશ્ચિત કરવા માટે અત્યંત જરૂરી છે અને ભવિષ્યમાં પણ સમયાંતરે આવી તાલીમાત્મક કવાયત યોજાતી રહેશે.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *