અમદાવાદ યુનિટ દ્વારા સિવિલ ડિફેન્સ કેપેસિટી બિલ્ડીંગ ટ્રેનિંગનું આયોજન

Chintan Gohil
By Chintan Gohil 1 Min Read

તારીખ 18 ફેબ્રુઆરી 2026 ના રોજ સિવિલ ડિફેન્સ કેપેસિટી બિલ્ડીંગ સાત દિવસનું ટ્રેનિંગ નું આયોજન કરવામાં આવ્યું.

આ ટ્રેનિંગમાં નાગરિક સંરક્ષણ દળના અધિકારીઓ દિલીપ ભાઈ ઠાકર જોઈન્ટ સેક્રેટરી અને ડેપ્યુટી કંટ્રોલર આ તાલીમના હેતુસરના નોડલ અધિકારી પી.આર.મોદી, ટ્રેઇન્ડ ઇન્સ્ટ્રક્ટર, નાગરિક સંરક્ષણ, અમદાવાદ શહેર એકમ દ્વારા ચીફ વોર્ડન બાબુભાઈ ઝડફીયા, હર્ષદભાઈ નાયક ડેપ્યુટી ચીફ વોર્ડન સાથે પરેડ કમાન્ડર આલોક રોય , ડેપ્યુટી ચીફ વોર્ડન યોગેન્દ્રભાઈ પટેલ, સોલા ડિવિઝન વોર્ડન વિશેષ ઉપસ્થિતિમાં મોટી સંખ્યામાં વોર્ડન હાજર રહ્યા હતા.

સિવિલ ડિફેન્સ દ્વારા નાગરિક સંરક્ષણ દળની માહિતી અને ટ્રેનિંગ કીટ નું પણ વિતરણ કરવામાં આવ્યું હતું સાથે જ નાગરિક સંરક્ષણ દળના મુખ્યત્વે ત્રણ ઉદ્દેશ્યો છે:

જીવનનું રક્ષણ: દુશ્મનોના હુમલા, બોમ્બ ધડાકા, આગ, કુદરતી આપત્તિ (ધરતીકંપ, પૂર) વગેરેમાં લોકોના જીવ બચાવવા.

મિલકતનું રક્ષણ: સરકારી અને ખાનગી મિલકતોને થતા નુકસાનથી બચાવવી.

મનોબળ જાળવવું: કટોકટી દરમિયાન નાગરિકોમાં ગભરાટ ન ફેલાય તે માટે તેમનું મનોબળ ઊંચું રાખવું અને તેમને માર્ગદર્શન આપવું. તેવી વિવિધ પ્રકારની માર્ગદર્શન ટ્રેનિંગમાં આપવામાં આવ્યું આ ટ્રેનિંગ તા. 18-02-2026 થી ઘાટલોડીયા ખાતે 7 દિવસીય મેઘા સિવિલ ડિફેન્સ કેપેસિટી બિલ્ડીંગ તાલીમનુ આયોજન સોલારીસ પબ્લિક સ્કૂલ, ભૂયંગદેવ ચાર રસ્તા પાસે, ઘાટલોડીયા ખાતે આયોજન કરવામાં આવ્યું

Share This Article