ગુજરાતી સિનેમા આજે વૈશ્વિક સ્તરે પોતાની આગવી ઓળખ બનાવી રહ્યું છે, ત્યારે E4U એન્ટરટેઈનમેન્ટ ગુજરાતી પ્રેક્ષકો માટે કંઈક અનોખું કન્ટેન્ટ લાવવા માટે સજ્જ છે. પ્રોડક્શન હાઉસ E4U એન્ટરટેઈનમેન્ટ એ Ambigramy અને ડિવાઈન જેવા પ્રોડક્શન હાઉસના સહયોગથી નવા પ્રોજેક્ટ્સ લાવી રહ્યાં છે, જેની ઘોષણા તેમના દ્વારા કરવામાં આવી છે.
પોતાના આગામી પ્રોજેક્ટ્સ અંગે E4U એન્ટરટેઈનમેન્ટ તરફથી અમિત વેડાવાલા અને નિલેશ મોદી, Ambigramy તરફથી પ્રેમલ ત્રિવેદી અને શ્રીકાંત જાની, તેમજ ડિવાઇન તરફથી અમરીશ ભીમાણી અને નિલેશ પટેલ વગેરે પ્રોડ્યૂસર્સે માહિતી આપી હતી. તેમના દ્વારા પ્રથમ 2 ફિલ્મ વાટ લાગી અને ચોર નંબર -1 ની ઘોષણા પણ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે આ બંને ફિલ્મોનું શૂટિંગ ફેબ્રુઆરીમાં જ શરૂ થઈ રહ્યું છે.
E4U એન્ટરટેઈનમેન્ટની ફિલ્મોની મુખ્ય વિશેષતા એ છે કે દરેક ફિલ્મ એક નવી વાત અને અલગ સ્ટાઈલ સાથે પ્રેક્ષકો સમક્ષ રજૂ થશે. પ્રોડક્શન હાઉસનો મુખ્ય ઉદ્દેશ્ય દર્શકોને એવું એન્ટરટેઇન્મેન્ટ આપવાનો છે જે સંપૂર્ણ પરિવાર એકસાથે બેસીને માણી શકે. આ ફિલ્મો માત્ર ગુજરાતના થિયેટરો પૂરતી સીમિત નહીં રહે, પરંતુ તેને આંતરરાષ્ટ્રીય સ્તરે મોટા પડદે રિલીઝ કરવાની અને લોકપ્રિય OTT પ્લેટફોર્મ્સ પર લાવવાની પણ મજબૂત યોજના છે, જેથી વૈશ્વિક ફલક પર ગુજરાતી સિનેમાનો વ્યાપ વધારી શકાય.
નવી પ્રતિભાઓ માટે પણ આ પ્રોડક્શન હાઉસ આશાનું કિરણ છે. E4U એન્ટરટેઇન્મેન્ટ પ્યોર ટેલેન્ટમાં વિશ્વાસ ધરાવે છે, જેથી નવા કલાકારો કે ટેકનિશિયનો પોતાની ક્ષમતા સાબિત કરી શકે છે, તેમને પ્લેટફોર્મ પૂરું પાડવા અને ટેકો આપવા માટે મેનેજમેન્ટ હંમેશા તૈયાર છે.
આગામી પ્રોજેક્ટ્સમાં ‘વાટ લાગી’ ફિલ્મની વાત કરીએ તો, તેનું ટાઈટલ જેટલું કેચી છે એટલી જ રસપ્રદ તેની વાર્તા છે. આ એક ‘કોમેડી સસ્પેન્સ થ્રિલર’ ફિલ્મ છે જેનું શૂટિંગ આ વર્ષે ફેબ્રુઆરીથી શરૂ થઈ રહ્યું છે. પ્રેક્ષકો આગામી ઓક્ટોબર અને નવેમ્બર મહિનાની વચ્ચે આ ફિલ્મ સિનેમાઘરોમાં જોઈ શકશે. ફિલ્મ પાર્થ શુક્લા દ્વારા નિર્દેશિત છે અને તેમાં ભવ્ય ગાંધી, જીનલ બેલાણી, દીપ વૈદ્ય, ઓમ ભટ્ટ અને પ્રેમ ગઢવી સહિતના અત્યંત પ્રતિભાશાળી કલાકારો છે.
ચોર નંબર -1 ફિલ્મની વાત કરીએ તો આ ફિલ્મ એક કંપનીમાં કામ કરતા ત્રણ એમ્પોલયી ની વાત છે, કંપનીના મેનેજરના કારણે આ ત્રણ એમ્પ્લોયી એ ભૂલ નો ભોગ બને છે અને આ ત્રણ એમ્પ્લોયી એ મેનેજર બદલો લેવા એક ચોરી કરે છે અને ત્યાર બાદ એક રાતમાં આ ત્રણેય સાથે શું થાય છે એ માટે આ ફિલ્મ જોવી જ રહી. આ ફિલ્મ એક રમૂજ સાથે સોશ્યિલ મેસેઝ પણ આપે છે. આ ફિલ્મ ના લેખક દિગ્દર્શક રાકેશ શાહ છે. ફિલ્મ ના મુખ્ય પાત્રો માં શ્રેય મારડીયા, અર્ચન ત્રિવેદી, આંચલ શાહ, રિશી જાની, પાર્થ મોદી, કેતન ઠક્કર, હેતલ બારોટ, માનિન ત્રિવેદી, લૌકિક માંડગે, રવિ સોલંકી જોવા મળશે. જેનું મ્યુઝિક આપ્યું છે મૌલિક મેહતા, લિરિસિસ્ટ છે કિરણ પરિહાર. ફિલ્મને મે 2026 માં રિલીઝ કરવાની યોજના છે.
આ ભવ્ય પ્રોજેક્ટ્સ પાછળ E4U એન્ટરટેઈનમેન્ટ તરફથી અમિત વેડાવાલા અને નિલેશ મોદી, Ambigramy તરફથી પ્રેમલ ત્રિવેદી અને શ્રીકાંત જાની, તેમજ ડિવાઇન તરફથી અમરીશ ભીમાણી અને નિલેશ પટેલ જેવા અનુભવી પ્રોડ્યુસર્સની ટીમ કાર્યરત છે. ગુજરાતી ફિલ્મ જગત માટે આ એક રોમાંચક સમય છે અને E4U ના માધ્યમથી પ્રેક્ષકોને ગુણવત્તાસભર સિનેમાનો અનુભવ મળશે.


