ઉત્તરાખંડમાં વર્ષના અંતિમ દિવસોમાં એક અત્યંત કરુણ માર્ગ અકસ્માત સર્જાયો છે.અલ્મોડામાં આજે સવારે મુસાફરોને લઈ જતી બસ ખીણમાં ખાબકી હતી. જેમાં સાત લોકોના મોત થયા છે અને 11 અન્ય લોકોની હાલત ગંભીર છે. બસ રામનગર તરફ જઈ રહી હતી ત્યારે ભીખિયાસૈન-વિનાયક રોડ પર ડ્રાઇવરે અચાનક કાબુ ગુમાવ્યો હતો. જેના પગલે બસ ખીણમાં ખાબકી હતી.
https://x.com/ANI/status/2005868093328023584?s=20
ઘટનાની માહિતી મળતાં જ પોલીસ, વહીવટીતંત્ર અને આપત્તિ વ્યવસ્થાપન ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. મુશ્કેલ પર્વતીય ભૂપ્રદેશને કારણે, બચાવ અને રાહત કામગીરીમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.