આમ આદમી પાર્ટીના નેતા રેશ્મા પટેલે ખેડૂતોના મુદ્દાને લઈને ફરી એકવાર ભાજપ સરકાર અને કોંગ્રેસને આડેહાથ લીધી છે. રેશ્મા પટેલે કહ્યું કે, ખેડૂતની હાલત ગંભીર છે એક બાજુ ખેડૂત વિરોધી ભાજપ ની અનીતિઓ ,ભાજપ ના માફિયા, ગુંડાઓ , દલાલો apmc જેવી ખેડૂતની અનેક સ્થાઓ માં ગોઠવાઈ ને ડગલે પગલે શોષણ કરે છે અને બીજીબાજુ માવઠાનો માર ખેતર ધોવાણા – પાક ધોવાણ થયું દાઝ્યા ઉપર ડામ જેવું થયું. તેમણે વધુમાં કહ્યું કે, અમે ભાજપ સરકાર પાસે માંગણીઓ કરીએ છીયે કે ખેડૂત નું દેવું માફ કરો , સહાય તાત્કાલિક ચુકવો.
આપ નેતાએ કહ્યું કે, ખેડૂત હિતની અમારી વાત થી ભાજપ ને પેટમાં દુખે છે પણ વધારે પેટ માં તો કોંગ્રેસ ને દુખે છે અને કોંગ્રેસ અમને ગાળો દેવાનું કામ કરે છે. કોંગ્રેસ ઢાંકણીમાં પાણી લઈ ડૂબી મરવું જોઈ, ૩૦ વર્ષ થી વિરોધ પક્ષ માં બેસી ખેડૂત માટે કઈ કર્યું નય ખાલી ભાજપ સાથે ભાગીદારી કરી ખીસા ભર્યા અને અત્યારે અમારો વિરોધ કરવા માં પણ ભાજપ ની ભાગીદારી કોંગ્રેસ કરે છે. રેશ્મા પટેલે કોંગ્રેસ પર પણ પ્રહાર કરતા કહ્યું કે, કોંગ્રેસ લાજવા ને બદલે ગાજે છે , કોંગ્રેસ અને ભાજપના વિરોધથી અમે ડરવા ના નથી, ગુજરાત ની જનતા નો પ્રેમ લોક લાડ સમર્થન અમારી હિંમત છે , લડીને બતાવીશું.
