અમેરિકાને ફટકો! ભારતે રશિયા સાથે કરી સૌથી મોટી ડીલ

Chintan Suthar

અમેરિકા સાથેના વધતા જતા તણાવપૂર્ણ સંબંધો વચ્ચે ભારત અને રશિયા વચ્ચે એક મોટી ડીલથઈ છે, જેને અમેરિકા માટે મોટો ફટકો માનવામાં આવી રહી છે.ભારતની સ્વદેશી સરકારી ઉડ્ડયન કંપની હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) એ રશિયાની યુનાઇટેડ એરક્રાફ્ટ કોર્પોરેશન (UAC) સાથે સુખોઈ સુપરજેટ (SJ-100) પેસેન્જર વિમાન ભારતમાં બનાવવા માટે એક ઐતિહાસિક કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ કરાર ભારતીય ઉડ્ડયન ઉદ્યોગના ઇતિહાસમાં એક નવા પ્રકરણની શરૂઆત છે અને નાગરિક ઉડ્ડયન ક્ષેત્રમાં ‘આત્મનિર્ભર ભારત’ ના સ્વપ્નને સાકાર કરવા તરફનું મહત્ત્વનું પગલું છે.

આ કરાર હેઠળ ભારતમાં SJ-100 નામના રશિયન ડિઝાઇનના ટ્વિન-એન્જિન નેરો-બોડી પેસેન્જર વિમાનનું ઉત્પાદન થશે.આ ભારત માટે નાગરિક વિમાન ઉત્પાદનની દિશામાં મહત્વનું પગલું છે, જે 1988માં AVRO HS-748 પ્રોજેક્ટના અંત પછી પ્રથમ વખત સંપૂર્ણ વિમાનનું ઉત્પાદન શરૂ કરશે.

જાણો SJ-100 વિમાન અંગે

SJ-100 (પહેલાં Sukhoi Superjet 100 તરીકે ઓળખાતું) એક રિજનલ જેટ છે. જે 100થી 103 મુસાફરોને લઈ જઈ શકે છે. તેની ફ્લાઇટ રેન્જ 3,530 કિલોમીટર છે અને તે ટૂંકા અંતરની ઉડાનો માટે આદર્શ છે. આ વિમાન -55 ડિગ્રીથી +45 ડિગ્રી સુધીના તાપમાનમાં કામ કરી શકે છે, જે તેને વિવિધ વાતાવરણ માટે યોગ્ય બનાવે છે. વિશ્વભરમાં 200થી વધુ SJ-100 વિમાન 16થી વધુ એરલાઇન્સ દ્વારા ઉપયોગમાં લેવાય રહ્યા છે.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *