Open AI ની મોટી જાહેરાત, ChatGPT GO એક વર્ષ માટે થયું ફ્રી

Chintan Suthar

OpenAI દ્વારા ચેટજીપીટી ગો વર્ઝનને ભારતીયો માટે એક વર્ષ માટે ફ્રી કરવામાં આવ્યું છે.Open AI એ જાહેરાત કરી હતી કે બધા ભારતીય વપરાશકર્તાઓને Chat GPT GO મફતમાં મળશે. તેની માસિક કિંમત રૂ.399 છે અને 4 નવેમ્બરથી શરૂ થશે. કંપનીના વડા અને ઉપપ્રમુખ નિક ટર્લી દ્વારા આ જાહેરાત કરવામાં આવી હતી.

Chat GPT માટે ભારત બીજા ક્રમનું સૌથી મોટું બજાર છે. OpenAI ની હરીફ, Perplexity, પહેલાથી જ ભારતીય વપરાશકર્તાઓને મફત તથા પેઇડ સબ્સ્ક્રિપ્શન્સ ઓફર કરે છે. Perplexity Pro AI માટે વાર્ષિક પ્લાનની કિંમત રૂ. 17,000 છે. Perplexity Pro AI ની મફત એક્સેસ મેળવવા માટે, વપરાશકર્તાઓને એરટેલ સિમની જરૂર પડશે.

ચેટજીપીટી ગો એક પ્રીમિયમ સબ્સ્ક્રિપ્શન છે જેને ભારતમાં ઓગસ્ટમાં લોન્ચ કરવામાં આવ્યું હતું. એમાં મેસેજ કરવાની લિમિટ વધુ છે. તેમ જ રોજના ઇમેજ જનરેટ કરવાની અને અપલોડ કરવાની લિમિટ પણ ફ્રી વર્ઝન કરતાં વધુ છે. પર્સનલાઈઝ રિસ્પોન્સ માટે ચેટજીપીટી યુઝર્સની ચેટને સેવ રાખે છે. આ સેવ કરવાની લિમિટ પણ ફ્રી વર્ઝન કરતાં પેઈડ વર્ઝનમાં વધુ છે. આ સર્વિસ જ્યારે શરૂ કરવામાં આવી ત્યારથી આજ સુધી એની કિંમત મહિનાના 399 હતી. જોકે ભારતીય યુઝર્સ માટે હવે એને એક વર્ષ માટે ફ્રી કરી દેવામાં આવ્યું છે. જોકે એની શરૂઆત 4 નવેમ્બરથી શરૂ થશે.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *