તાજેતરમાં સાઉદી અરેબિયામાં એક કાર્યક્રમમાં સલમાન ખાને બલુચિસ્તાનને એક અલગ દેશ તરીકે ઉલ્લેખ કર્યો હતો.જેના પગલે ગુસ્સે ભરાયેલા પાકિસ્તાને બોલીવુડ અભિનેતાને આતંકવાદી જાહેર કરી દીધો છે, જેને લઈ સલમાન ખાનના ફેન્સમાં નારાજગી જોવા મળી રહી છે.
મળતી માહિતી મુજબ, બોલિવુડ અભિનેતા સલમાન ખાનને આતંકવાદી ગણાવતો એક લેટર સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ લેટર પાકિસ્તાન સરકાર દ્વારા જારી કરવામાં આવ્યો છે.
DD ન્યૂઝ અનુસાર, સલમાને ગયા અઠવાડિયે સાઉદી અરેબિયામાં એક કાર્યક્રમ દરમિયાન બલુચિસ્તાનને પાકિસ્તાનથી અલગ ગણાવ્યું હતું, ત્યારબાદ કથિત રીતે તેની સામે આ કાર્યવાહી કરવામાં આવી હતી. લેટરમાં જણાવાયું છે કે પાકિસ્તાન સરકારે સલમાનને આતંકવાદ વિરોધી અધિનિયમ 1997ની ચોથી યાદીમાં મૂક્યો છે. આ યાદીમાં આતંકવાદમાં સંડોવાયેલા હોવાની શંકાસ્પદ વ્યક્તિઓની યાદી છે.જોકે, કેટલાક મીડિયા રિપોર્ટ્સે આ સમાચારને ખોટા ગણાવ્યા છે.
