કાંતારા ચેપ્ટર 1ની ઓટીટી રિલીઝ ડેટ સામે આવી

Chintan Suthar

ઋષભ શેટ્ટીની ફિલ્મ કાંતારા ચેપ્ટર 1 સિનેમાઘરોમાં 2 ઓક્ટોબરના રોજ રિલીઝ થઈ હતી. આ ફિલ્મ મોટા પડદા પર ખૂબ જ સફળ રહી છે. ત્યારે હવે આ ફિલ્મ OTT પ્લેટફોર્મ પર ધૂમ મચાવવા આવી રહી છે.નિર્માતાઓ “કંતારા ચેપ્ટર 1” ને OTT પર લાવી રહ્યા છે. આ ફિલ્મ 31 ઓક્ટોબરે કન્નડ, તેલુગુ, તમિલ અને મલયાલમમાં રિલીઝ થઈ રહી છે. જો કે, તેના હિન્દી વર્ઝનના OTT રિલીઝ અંગે કોઈ માહિતી આપવામાં આવી નથી.

https://x.com/PrimeVideoIN/status/1982756719542386942

નિર્માતાઓએ ફિલ્મના એક દ્રશ્ય સાથેનું ટ્રેલર પણ રિલીઝ કર્યું છે. તેમાં ઋષભ અને તેના સાથીઓ યુદ્ધની તૈયારી કરતા દેખાય છે. આ ફિલ્મ તેના મૂળ કન્નડ સંસ્કરણ તેમજ અન્ય ઘણી ભાષાઓમાં ડબ સંસ્કરણોમાં રિલીઝ થશે

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *