હમાસ પાસેથી ઈઝરાયલી બંધકોને મુક્ત કરાવવામાં મોટું યોગદાન આપનાર અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું ઈઝરાયલમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. ઇઝરાયલના વડાપ્રધાન નેતન્યાહૂ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ભારે પ્રશંસા કરી છે.આ ઉપરાંત ઈઝરાયલના વડાપ્રધાન નેતન્યાહૂએ ટ્રમ્પને શાંતિ પુરસ્કાર પણ આપ્યો છે. ગાઝા યુદ્ધવિરામ કરાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર ટ્રમ્પની ટીમના સભ્યોને પણ સાંસદોએ સન્માન આપ્યું હતું.જ્યારે ટ્રમ્પ સંસદ પહોંચ્યા હતા, ત્યારે સાંસદોએ તેમને અઢી મિનિટનું સ્ટેન્ડિંગ ઓવેશન આપ્યું હતું.
https://x.com/netanyahu/status/1977704300244516979
નેતન્યાહૂએ જાહેર કર્યું કે ટ્રમ્પ વ્હાઇટ હાઉસમાં ઇઝરાયલના શ્રેષ્ઠ મિત્ર છે. તેમણે વધુમાં કહ્યું કે અન્ય કોઈ યુએસ રાષ્ટ્રપતિએ ઇઝરાયલ માટે આટલું બધું કર્યું નથી. નેતન્યાહૂએ ઇબ્રાહિમ કરારમાં ઇઝરાયલને ટેકો આપવા બદલ ટ્રમ્પની પણ પ્રશંસા કરી. ઇઝરાયલી સંસદને સંબોધતા, નેતન્યાહૂએ કહ્યું કે ટ્રમ્પના પ્રસ્તાવથી હમાસ સાથેનું યુદ્ધ સમાપ્ત થયું અને બધા લક્ષ્યો પ્રાપ્ત થયા. તેમણે કહ્યું કે તેઓ આ શાંતિ માટે પ્રતિબદ્ધ છે.
