ભારતીય ક્રિકેટ ટીમના ઉભરતાં સ્ટાર બેટ્સમેનને દાઉદ ગેંગ તરફથી ધમકી મળી હોવાના અહેવાલ સામે આવ્યા છે.ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડી રિંકુ સિંહને અંડરવર્લ્ડ તરફથી ધમકીઓ મળી છે. આ વિશે મુંબઈની ક્રાઈમ બ્રાચે ખુલાસો કર્યો છે.
મુંબઈ પોલીસે બે લોકોની ધરપકડ કરી
મળતી જાણકારી મુજબ રિંકુ સિંહને ધમકી આપવાનું કામ દાઉદ ઇબ્રાહિમ ગેંગનું કામ છે. તેમણે આ વર્ષે ફ્રેબ્રુઆરીથી એપ્રિલ વચ્ચે રિંકુ સિંહના પ્રમોશનલ ટીમને 3 ધમકીઓ ભરેલા મેસેજ મોકલ્યા હતા. ડી કંપની તરફથી મળેલી ધમકીમાં રિંકુ સિંહ પાસેથી ₹5 કરોડની ખંડણી માંગવામાં આવી હતી. જોકે, પોલીસે હવે આ કેસના સંદર્ભમાં બે લોકોની ધરપકડ કરી છે.
જિશાન સિદ્દીકી પાસે પણ માંગી હતી ખંડણી
એનસીપી નેતા બાબા સિદ્દિકીની હત્યા બાદ તેમના પુત્ર જિશાન સિદ્દિકી પાસે પણ આ ગેંગે રૂ. 10 કરોડની ખંડણી માગી હતી. આ મામલે ત્રિનિદાદ અને ટોબેગોમાંથી આરોપી મોહમ્મદ દિલશાદ અને મોહમ્મદ નવીદની ધરપકડ કરવામાં આવી હતી. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે જણાવ્યું હતું કે, આ ધમકીભર્યા ખંડણીના મેસેજ રિન્કુ સિંહની પ્રમોશનલ ટીમને મળ્યા હતાં. જ્યારે જિશાનને 19-21 એપ્રિલ દરમિયાન ખંડણીના ધમકીભર્યા ઈમેઈલ મળ્યા હતાં.
