14 ગુનાનો રીઢા આરોપી ગત 15 જૂનથી મારામારીના ગુનામાં પોલીસને હાથતાળી આપતા રીઢા ગુનેગાર તૌફિકને ઝડપવા અનોખી રણનીતિ અપનાવી હતી. દાણીલીમડા પોલીસ સ્ટેશનની મહિલા પોલીસકર્મીએ ફેક આઇડી બનાવ્યું અને મિત્રતા કેળવી અને વિશ્વાસમાં લઈ તેની ધરપકડ કરી છે. તોસિફ શેખ નામનો આરોપી જૂન મહિનાથી બે ગુનામાં વોન્ટેડ હતો. જોકે પોલીસને માત્ર એટલી માહિતી હતી કે આરોપીનું નામ તોસિફ છે.
આરોપીને દાણીલીમડા પોલીસ ઇન્સ્પેકટર હસમુખ પટેલની સુચના અને પ્લાનિંગના આધારે પોલીસ સ્ટેશનમાં સર્વેલન્સ સ્ક્વોડમાં ફરજ બજાવતી મહિલા પોલીસ કોન્સ્ટેબલે આરોપીનો સોશિયલ મીડિયાના માધ્યમથી સંપર્ક કર્યો હતો. અને તેની સાથે પ્રેમ ભરી વાતો કરીને મિત્રતા કેળવી હતી. પોલીસે આરોપીને પકડવા માટે અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી. બાદમાં મહિલા પોલીસે આરોપી રિવરફ્રન્ટ મળવા માટે બોલાવ્યો હતો. મહિલા પોલીસે આરોપીને પકડવા વેશ પલટો કરી બુરખો ધારણ કર્યો હતો.
પીઆઈ હસમુખ પટેલના પ્લાન મુજબ રિવરફ્રન્ટ પર અગાઉથી કેટલાક પોલીસકર્મીઓને ગોઠવી દેવામાં આવ્યા હતા. જેમાં ઘણા ખરા પોલીસકર્મી ટુરીસ્ટ બનીને ઉભા હતા. તો કેટલાક રિવરફ્રન્ટ પર નાસ્તાની રેકડી લઈને ઉભેલા વેપારીને જોડે ગ્રાહક બનીને ઉભેલા હતા. મહિલા પોલીસે બુરખા ધારણ કરી આરોપી સાથે વાતચીત કરી અને ત્યાં જઈને સમય ચાલાકીથી આરોપીને પકડી પાડેલ. નોંધનીય છે કે આરોપી સામે અગાઉ 14 ગુનાઓ દાખલ થયેલ છે જેમાં ખંડણી, મારામારી સહિત જેલ તોડી ભાગવા જેવા ગુનાઓ છે. પોલીસે આરોપીને પકડી હાલ વધુ તપાસ શરૂ કરી છે.
