અમેરિકામાં વસતા ભારતીયો હાલ ટ્રમ્પ સરકારના નવા નવા નિયમો અને ટેરિફને લઈને સતત તણાવ અને ચિંતામાં છે. ત્યારે અમેરિકામાં વસતા ભારતીયો માટે એક સારા સમાચાર સામે આવ્યા છે.કેલિફોર્નિયાએ હવે દિવાળી પર સત્તાવાર રાજકીય રજા જાહેર કરી છે. આ પ્રકારે કેલિફોર્નિયા અમેરિકાનું ત્રીજું રાજ્ય બની ગયું છે, જેણે ભારતના આ મોટા તહેવાર પર સત્તાવાર રજાની માન્યતા આપી છે. કેલિફોર્નિયાના ગવર્નર ગેવિન ન્યૂસમે કહ્યું કે, મેં વિધાનસભા સભ્ય એશ કાલરા તરફથી દિવાળીમાં રાજકીય સત્તાવાર રજા જાહેર કરતા બિલ પર સહી કરી દીધી છે.’
દિવાળીને સત્તાવાર રાજકીય રજા જાહેર કરતું ‘AB 268’ નામનું આ બિલ સપ્ટેમ્બરમાં કેલિફોર્નિયા વિધાનમંડળના બંને ગૃહોમાંથી સફળતાપૂર્વક પસાર થઈ ગયું હતું, જેના પર ગવર્નરના અંતિમ નિર્ણયની રાહ જોવાઈ રહી હતી. ત્યારે સ્થાનિક ગવર્નરે એક બિલ પર હસ્તાક્ષર કર્યા છે. જે બિલ પાસ થયા પછી દિવાળીના દિવસે રજા જાહેર કરવામાં આવી છે. આ નિર્ણયથી ભારતીય સમુદાયમાં ખુશીની લહેર ફેલાઈ ગઈ છે.
