રાજસ્થાનના જયપુર-અજમેર હાઇવે પર મંગળવારની મોડી રાત્રે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો, હાઈવે પર એક એલપીજી સિલિન્ડરોથી ભરેલા ટ્રકમાં આગ લાગી અને વિસ્ફોટ થયો હતો. આ ઘટના એવી હતી કે આગની લપટો અને વિસ્ફોટોની અવાજો કિલોમીટરો સુધી દેખાઈ અને સંભળાયા.
https://x.com/ANI/status/1975639541504737546
આગ ફેલાતા જ સમગ્ર વિસ્તારમાં અફરા તફરી મચી ગઈ હતી. ત્યારે અનેક વાહનોએ અવરજવર અટકાવી દીધી હતી અને ફાયરબ્રિગેડને તાત્કાલિક ઘટનાની જાણ કરવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યાનુસાર આ દુર્ઘટના સમયે ટ્રકમાં એલપીજી સિલિન્ડર ભરેલા હતા.ટ્રકમાં આશરે 330 સિલિન્ડર હતા, જેમાંથી આશરે 200 સિલિન્ડર બ્લાસ્ટ થયા હતા.. ટ્રકના ડ્રાઈવર તથા કંડક્ટરને હોસ્પિટલમાં ગંભીર હાલતમાં ખસેડવામાં આવ્યા છે. આગ પર કાબૂ મેળવી લેવાયો છે અને સીએમએ તપાસના આદેશ આપી દીધા છે. હજુ સુધી જાનહાનિના કોઈ ચોક્કસ આંકડો સામે આવ્યો નથી.
