ભારતીય ચૂંટણી પંચ (ECI) દ્વારા બિહાર વિધાનસભા ચૂંટણી 2025 ની તારીખોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.બિહારમાં બે તબક્કામાં ચૂંટણી યોજાશે. પ્રથમ તબક્કાનું મતદાન 6 નવેમ્બર અને બીજા તબક્કાનું મતદાન 11 નવેમ્બરના રોજ યોજાશે.
ચીફ ઈલેક્શન કમિશનર જ્ઞાનેશ કુમારે આ અંગે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે, પ્રથમ તબક્કાની ચૂંટણી માટે ગેજેટ નોટિફેકશન 10 ઓક્ટોબરના રોજ બહાર પાડવામાં આવશે. ઉમેદવારો 17 ઓક્ટોબર સુધી ઉમેદવારી નોંધાવી શકશે. ઉમેદવારી માટે સ્ક્રુટની 22 ઓક્ટોબરના બુધવારે થશે. 24 ઓક્ટોબર સુધી ઉમેદવારી પાછી ખેંચી શકાશે. 6 નવેમ્બરે ચૂંટણી યોજાશે. બીજા તબક્કાની ચૂંટણી 11 નવેમ્બર યોજાશે. આ બંને તબક્કા પૂર્ણ થયા બાદ 14 નવેમ્બરે મત ગણતરી હાથ ધરાશે.
