શું કેનેડા વિદેશી વિદ્યાર્થીઓ ઇચ્છતું નથી? શું કેનેડા ઇચ્છતું નથી કે વિદેશી વિદ્યાર્થીઓને તેની યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરવાની તક મળે? આવા પ્રશ્નો એટલા માટે પૂછવામાં આવી રહ્યા છે કારણ કે કેનેડામાં વિદ્યાર્થી વિઝા અસ્વીકાર દર ઘણો વધ્યો છે.
અમેરિકાની જેમ કેનેડાએ (Canada) પણ આકરી ઇમિગ્રેશન પોલિસી અપનાવતા ચાલુ વર્ષે ભારતીય વિદ્યાર્થીઓના (Indian Students) 80 ટકા સ્ટુડન્ટ વિઝા રદ કર્યા હતા. આ બતાવે છે કે કેનેડામાં હવે ભારતીયો માટે સ્ટુડન્ટ વિઝા કેટલા કપરા છે.IRCCના છેલ્લા આંકડા મુજબ 2025માં સ્ટુડન્ટ વિઝાની 62 ટકા અરજી રદ કરી દેવામાં આવી હતી, અગાઉના વર્ષોમાં આ દર 40 ટકા જેટો રહેતો હતો.
અત્યાર સુધી કેનેડા જવા ભારતીયો અને તેમા પણ ખાસ કરીને ગુજરાતીઓની તો રીતસરની દોટ લાગતી હતી, જેથી સ્વાભાવિક રીતે વિઝા રિજેક્ટ થવામાં ભારતીયોનું પ્રમાણ પણ વધારે છે. 2024માં કેનેડાએ 10 લાખથી વધુ સ્ટુડન્ટ્સને વિઝા આપ્યા હતા, તેમાથી 41 ટકા ભારતીય અને 12 ટકા ચાઇનીઝ હતા. કેનેડામાં હાઉસિંગ અને જોબ ક્રાઇસિસમાં જબરદસ્ત વધારો થયો છે. લોકો તેના માટે ઇમિગ્રન્ટ્સને જવાબદાર માને છે. તેથી સરકારે ઇમિગ્રન્ટ્સની સંખ્યાને કાબૂમાં લેવા માટે આકરાં પગલાં લેવાની ફરજ પડી છે. 2025 માં ફક્ત 4,37,000 સ્ટડી પરમિટ આપવાનું લક્ષ્ય છે, જેમાંથી 73,000 માસ્ટર્સ વિદ્યાર્થીઓને, 2,43,000 સ્નાતક અને અન્ય અભ્યાસક્રમોનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આપવામાં આવશે.
જેના પગલે કેનેડામાં વિદેશી વિદ્યાર્થીઓ માટે વિઝા નિયમો કડક કરવામાં આવ્યા છે. ડિગ્રી નજીક પોસ્ટ-સ્ટડી વર્ક પરમિટ માટેના નિયમોમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. ભારતીય વિદ્યાર્થીઓને પણ મોટી સંખ્યામાં અસ્વીકારનો સામનો કરવો પડ્યો છે, જેના કારણે તેઓ ખૂબ જ નારાજ પણ છે.