સુપ્રસિદ્ધ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર સાળંગપુર ખાતે આજ રોજ ગણેશ ચતુર્થીના પાવન પર્વને ધ્યાનમાં રાખી ખાસ ઉજવણી કરવામાં આવી હતી. શ્રી કષ્ટભંજનદેવ હનુમાન દાદાને ગણેશજીની થીમવાળા વિશેષ વાઘા પહેરાવવામાં આવ્યા છે. આ સિવાય હનુમાન દાદાને અષ્ટવિનાયક દેવની થીમનો શણગાર કરવામાં આવ્યો છે. બુધવારે વહેલી સવારે 9 વાગ્યે શ્રી હરિ મંદિરમાં ગણપતિ દાદાની પૂજા-અર્ચના કરવામાં આવી હતી. પૂજન બાદ, આરતી કરવામાં આવી હતી. ભક્તોએ આ દિવ્ય અને અનેરા દર્શનનો લાભ લીધો હતો.
