મંગળવારે સવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ AAP નેતા અને ભૂતપૂર્વ મંત્રી સૌરભ ભારદ્વાજના ઘર સહિત 13 સ્થળોએ દરોડા પાડ્યા હતા. તેમના પર હોસ્પિટલ બાંધકામમાં ભ્રષ્ટાચારનો આરોપ છે.દિલ્હીની ભ્રષ્ટાચાર વિરોધી શાખા (ACB)એ જૂનમાં પૂર્વ આરોગ્ય મંત્રી સૌરભ ભારદ્વાજ અને સત્યેન્દ્ર જૈન સામે કેસ નોંધ્યો હતો, જેમાં AAP સરકાર દરમિયાન આરોગ્ય માળખાગત સુવિધાઓ સંબંધિત પ્રોજેક્ટ્સમાં મોટા પાયે ભ્રષ્ટાચારનો આરોપ મૂકવામાં આવ્યો હતો. બાદમાં આ કેસ ઈડીને ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો, અને કેન્દ્રીય એજન્સીએ જુલાઈમાં કેસ નોંધ્યો હતો.
બીજી તરફ, ભૂતપૂર્વ સીએમ આતિશીએ ઇન્સ્ટાગ્રામ પર લખ્યું, ‘સૌરભના ઘરે EDનો દરોડો આખા દેશનું ધ્યાન ભટકાવવા માટે કરવામાં આવ્યો છે. આખો દેશ મોદીજીની ડિગ્રી પર સવાલ ઉઠાવી રહ્યો છે. આ કેસ તે સમયનો છે જ્યારે સૌરભ મંત્રી નહોતા. AAP નેતાઓ સામેના બધા કેસ ખોટા છે.’
