અમદાવાદ: ઓનલાઈન ગેમની આદતે 28 વર્ષના યુવકને બનાવી દીધો ચોર

Chintan Suthar

અમદાવાદમાં સોમવારે (11 ઓગસ્ટ) નવરંગપુરા, ગુજરાત યુનિવર્સિટી અને આનંદનગર વિસ્તારોમાં ઘરફોડ અને ચોરીના ત્રણ બનાવમાં દિલ્હીના એક 28 વર્ષીય યુવકની ધરપકડ કરવામાં આવી છે.સીજી રોડ પર આવેલ સિટીન્સેન્ટર કોમ્પલેક્ષ માં આવેલ એક ઓફિસ માંથી એક અઠવાડીયા પહેલા 8 લાખ ના સોના ચાંદી ના દાગીના સહિત ની રોકડ રકમ ચોરાય હતી આ બનાવ બનતાની સાથે નવરંગપુરા પોલીસ અને ઝોન 1 એલસીબીની ટીમે તપાસ શરૂ કરી હતી. જેમાં કોમ્પલેક્ષમાં લાગેલા એક સીસીટીવીમાં શંકાસ્પદ નજરે પડ્યો હતો. જેની વધુ તપાસ કરતા અમદાવાદની એક હોટલ અને હોટેલથી સુરત સુધી તપાસ પહોંચી હતી અને જેની ઓળખ રાજ ખત્રી તરીકે થઈ હતી. પોલીસે આ યુવકને ઝડપી તેની પાસેથી સોનાના દાગીના, રોકડ રકમ અને મોબાઈલ ફોન જપ્ત કર્યો હતો, જેની કિંમત આશરે 8.31 લાખ રૂપિયા હતી.

ચોરને ઓનલાઇન ગેમ રમવાની આદત હતી

પોલીસની પૂછપરછમાં તેણે કબૂલાત કરી હતી કે નવરંગપુરા વિસ્તાર સહિત અમદાવાદ ના આનંદનગર અને ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તાર માં પણ ચોરી ના ગુના ને અંજામ આપી ચૂક્યો છે.આરોપીની વધુ પૂછપરછ કરતા ચોરી કરવા પાછળ નું કારણ જાણી પોલીસ પણ ચોંકી ઉઠી હતી કેમ કે આ ચોરને ઓનલાઇન ગેમ રમવા ની આદત હતી જેમાં પૈસા લગાડવા ના કારણે ચોરી કરતો હતો અને ચોરી કરેલ તમામ મુદામાલ વેચી ને જે રોકડ મળતી તે ઓનલાઇન ગેમિંગમાં લગાડી દેતો હતો.

પોલીસે વધુ તપાસ હાથ ધરી

આરોપી વિશે તપાસ કરતા સામે આવ્યું કે, વર્ષ 2016થી 2024 દરમિયાન ઓછામાં ઓછા 8 ઘરફોડ અને ચોરીના કેસમાં તેની સંડોવણી હતી. જોકે, આરોપી હજુ કયા ગુનામાં સંડોવાયેલો હતો તે વિશે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *