વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે દિલ્હીમાં મુલાકાત કર્યા બાદ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે, રાજ્યના 3 અધિકારીઓની બદલીના આદેશ કર્યાં છે. મોડી રાત્રે થઈ 3 સચિવની બદલી થતા, તરેહ તરહેની વાત ચર્ચાઈ રહી છે. આઈએએસ અધિકારી મોના ખાંધારની બદલી ફૂડ અને સિવિલ સપ્લાય વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી તરીકે નિમણુંક કરવામાં આવી છે. જ્યારે આર. સી. મીનાને બંદર તથા વાહન વ્યવહાર વિભાગમાં પ્રિન્સિપલ સેક્રેટરી બનાવાયા છે. પી ભારતી ને GST વિભાગમાંથી ખસેડીને સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગમાં સચિવ તરીકે નિમણુંક કરાઈ છે.
રાજ્ય સરકાર દ્વારા વહીવટી તંત્રમાં મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. જેમાં વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના અગ્ર સચિવ મોના કે. ખંધાર, આઈએએસની બદલી કરીને તેમની નિમણૂક અગ્ર સચિવ, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતોના વિભાગ તરીકે કરવામાં આવી છે. આ જગ્યાએ અગાઉ રમેશચંદ મીણા, આઈએએસ ફરજ બજાવતા હતા, જેમની બદલી કરવામાં આવી છે.