એકબાજુ ભારત અમેરિકાને પોતાનો મિત્ર દેશ ગણાવે છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે ગાઢ મિત્રતા હોવાની વાતો પણ થતી આવી છે. જોકે, અમેરિકાના પ્રમુખ ટ્રમ્પ ભારતના મિત્ર નથી તે સ્પષ્ટ થઈ ગયુ છે. કારણકે છેલ્લા ઘણા સમયથી ટ્રમ્પ સરકારે ભારત વિરુદ્ધ કડક નિર્ણયો લીધા છે, જેને લઈ આ સવાલ ઉભો થયો છે. ત્યારે હાલમાં જ અમેરિકાએ ભારત પર 25% ટેરિફ લાદવાની જાહેરાત કરી હતી. બીજી તરફ ઈરાન સાથે પેટ્રોલિયમ ઉત્પાદનોના વ્યવહાર પર ભારત સામે ફરી મોટી કાર્યવાહી કરવામાં આવી છે. આ દરમિયાન 6 ભારતીય કંપનીઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જેમાં આલ્કેમિકલ સોલ્યુશન્સ પ્રાઇવેટ લિમિટેડ, ગ્લોબલ ઈન્ડસ્ટ્રિયલ કેમિકલ્સ લિમિટેડ, જ્યુપિટર ડાય કેમ પ્રાઇવેટ લિમિટેડ જેવી કંપનીઓનો સમાવેશ થાય છે.
મળતી માહિતી મુજબ, ઈરાની પેટ્રોલિયમ અને પેટ્રોકેમિકલ્સના વેપારમાં સંડોવણી બદલ અમેરિકાએ ઓછામાં ઓછી અડધો ડઝન ભારતીય કંપનીઓ પર પ્રતિબંધો લાદ્યા છે. આ કાર્યવાહી વિશ્વભરની 20 સંસ્થાઓ સામે વ્યાપક યુએસ કાર્યવાહીનો એક ભાગ છે. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે બુધવારે આ પ્રતિબંધોની જાહેરાત કરી હતી અને આરોપ લગાવ્યો હતો કે આ ભારતીય કંપનીઓએ જાણી જોઈને ઈરાની પેટ્રોલિયમ ઉત્પાદનોની ખરીદી અને માર્કેટિંગમાં “નોંધપાત્ર વ્યવહારો” કર્યા છે, જે ઈરાન પર લાદવામાં આવેલા યુએસ પ્રતિબંધોનું ઉલ્લંઘન છે.
આ ભારતીય કંપનીઓ પર પ્રતિબંધ મૂક્યો
- આલ્કેમિકેલ સોલ્યુશન્સ પ્રાઇવેટ લિમિટેડ (આલ્કેમિકેલ સોલ્યુશન્સ)
- ગ્લોબલ ઈન્ડસ્ટ્રિયલ કેમિકલ્સ લિમિટેડ (ગ્લોબલ ઇન્ડસ્ટ્રિયલ)
- જ્યુપિટર ડાઈ કેમ પ્રાઇવેટ લિમિટેડ (જ્યુપિટર ડાઇ કેમ)
- રમણીકલાલ એસ ગોસાલિયા એન્ડ કંપની (રમણિકલાલ)
- પર્સિસ્ટન્ટ પેટ્રોકેમ પ્રાઇવેટ લિમિટેડ
- કંચન પોલિમર