છેલ્લા ઘણા સમયથી ભારતમાં છૂટેછેડા (ડિવોર્સ)ના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. કેટલાક કેસમાં નાના કારણોસર પતિ-પત્ની એકબીજા સાથે વિવાદ કરી છૂટેછેડા લેતા જોવા મળ્યા છે. તો લગ્નેતર સંબંધો પણ એક મોટુ કારણ આ માટે સામે આવી રહ્યું છે. ત્યારે વધતા જતા ડિવોર્સના કેસ મુદ્દે સુપ્રીમ કોર્ટે એક ભાવનાત્મક ટિપ્પણી કરી છે. કોર્ટે એક ફાઈટર પાઈલટ અને તેની પત્નીના કેસમાં સલાહ આપતા કહ્યું કે, એકબીજાને માફ કરો અને આગળ વધો. પાઈલટે 2019ના બાલાકોટ એર સ્ટ્રાઈકમાં પણ ભાગ લીધો હતો.
બીજી તરફ પત્ની IIMથી સ્નાતક છે અને એક IT ફર્મમાં કામ કરે છે. ત્યારે ભણેલા ગણેલા લોકો જો આ રીતે ઈગો રાખી છૂટેછેડા સુધી વાત પહોંચાડે તે યોગ્ય નથી.જસ્ટિસ પીએસ નરસિન્હા અને અતુલ એસ ચંદુરકરની બેન્ચે દંપતીને કહ્યું કે, ‘તમે પરસ્પર વિવાદનો શાંતિપૂર્ણ રીતે ઉકેલ લાવી દો. બદલાની જિંદગી ન જીવો. તમે બંને યુવાન છો અને તમારી સામે લાંબુ જીવન પડ્યું છે. તમારે સારું જીવન જીવવું જોઈએ.’