ઉત્તરાખંડ હરિદ્વારમાં મનસા દેવી મંદિરમાં ભારે ભીડ એકઠી થયા બાદ નાસભાગ મચી હતી. મનસા દેવી મંદિરમાં નાસભાગ થતા 6 લોકોના કરુણ મોત થયા છે અને ઘણા લોકો ઘાયલ થયા છે. તંત્રનું આ મામલે કહેવું છે કે મંદિરમાં ભારે ભીડ એકઠી થઇ હતી જેના કારણે નાસભાગની સ્થિતિ સર્જાઈ.
https://x.com/ANI/status/1949332143538409770
ઘટનાની જાણકારી મળતાં જ સ્થાનિક પોલીસ અને વહીવટીતંત્રની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને રાહત કાર્યવાહી શરૂ કરી હતી. ગઢવાલ ડિવિઝનલ કમિશનર વિનય શંકર પાંડેએ જણાવ્યું હતું કે હરિદ્વારના મનસા દેવી મંદિરમાં ભારે ભીડ એકઠી થયા બાદ નાસભાગની સ્થિતિ સર્જાઈ હતી. આ નાસભાગમાં 6 લોકોના મોત થયા છે