અમદાવાદના એસ.જી. હાઈવે પર કર્ણાવતી ક્લબથી YMCA ક્લબ જતો 100 મીટરનો રોડ આગામી 6 મહિના માટે બંધ રહેશે. આ નિર્ણય નેશનલ હાઈવે ડિવિઝન (અમદાવાદ) દ્વારા એસ.જી. હાઈવે ઉપર ચાલી રહેલા એલિવેટેડ કોરિડોર (ફ્લાયઓવર)ના કામકાજ અંતર્ગત લેવામાં આવ્યો છે.
આ રસ્તો બંધ થતા સાણંદ, સરખેજ તરફથી આવતા નાના -મોટા વાહનનો ટ્રાફિક YMCA ક્લબ તરફથી ડાબી બાજુ વળીને ભગવાન સર્કલથી જમણી બાજુ વળશે ત્યાંથી ઝવેરી સર્કલ થઇ જમણી બાજુ વળી કર્ણાવતી ક્લબથી એસજી હાઇવે પર અલગ-અલગ માર્ગો પર જઇ શકાશે.