હિમાચલ પ્રદેશમાં મંગળવારે શિમલા, બિલાસપુર અને સોલનમાં અનેક જગ્યાએ ભારે વરસાદ જોવા મળ્યો હતો. ભારે વરસાદથી રાજ્યમાં તાબાહીના દ્રશ્યો સર્જાયા છે. શિમલા, બિલાસપુર અને સોલનમાં ભારે વરસાદ નોંધાયો હતો, જ્યારે રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ આગામી દિવસોમાં વધુ વરસાદની આગાહી પણ હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
જુઓ વીડિયો – હિમાચલમાં ભૂસ્ખલન
ભારે વરસાદને કારણે રાજ્યમાં જાન અને માલ બંનેને મોટાપાયે નુકસાન પહોંચ્યું હતું.રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ (SDMA)ના જણાવ્યા અનુસાર, ચોમાસાની ઋતુ દરમિયાન ભારે વરસાદને કારણે જાન-માલને ભારે નુકસાન થયું હતું. આ સિવાય 20 જૂનથી 15 જુલાઈ સુધીમાં 106 લોકોના મોત નિપજ્યા છે. કુલ મોતમાંથી 62 લોકો સીધા વરસાદ સંબંધિત મુશ્કેલીઓ જેમ કે, ભૂસ્ખલન, અચાનક પૂર, વાદળ ફાટવા, ડૂબવા, વીજળીનો પડવાના કારણે મોતને ભેટ્યા છે. જોકે, આ સમયગાળા દરમિયાન 44 લોકોના મોત માર્ગ દુર્ઘટનામાં થયો હતો.