ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે લોર્ડ્સ ખાતે બીજી ટેસ્ટ મેચ રમાઈ હતી. જેમાં ભારતની ઈંગ્લેન્ડ સામે 22 રને હાર થઈ છે. પ્રથમ ટોસ જીતીને ઈંગ્લેન્ડે બેટીગ કરવાનો નિર્ણય કર્યો હતો.પ્રથમ બેટીગ કરતા ઈગ્લેન્ડે 387 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી.જવાબમાં ભારતની ટીમ પણ 387 રન કરીને ઓલઆઉટ થઈ ગઈ હતી.
5 દિવસ સુધી ચાલેલી આ મેચના છેલ્લા દિવસે, ટીમ ઈન્ડિયાને ઈંગ્લેન્ડ પર જીત મેળવવા માટે 135 રન બનાવવાના હતા પરંતુ ટોપ અને મિડલ ઓર્ડરની નિષ્ફળતાએ તેમને મુશ્કેલીમાં મુકી દીધા. આ પછી, રવિન્દ્ર જાડેજાએ જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજ સાથે મળીને આક્રમક ભાગીદારી કરી અને ટીમને જીતની નજીક પહોંચાડી. જોકે અંતમાં ઇંગ્લેન્ડને સફળતા મળી હતી. ટીમ ઈન્ડિયા 170 રનમાં ઓલ આઉટ થઈ ગઈ. ઈંગ્લેન્ડ માટે જોફ્રા આર્ચરે બીજી ઈનિંગમાં સૌથી વધુ 4 વિકેટ લીધી. તેના સિવાય બેન સ્ટોક્સ અને બ્રાઈડન કાર્સે 2-2 વિકેટ લીધી.
આમ લોર્ડ્સ ટેસ્ટમાં ઇંગ્લેન્ડ સામે ભારતની 22 રને હાર થઈ હતી. રવિન્દ્ર જાડેજાએ છેલ્લે સુધી ટીમ માટે લડત આપી હતી જોકે અંતમાં જાડેજાની મહેનત પર પાણી ફરી વળ્યું હતું. આ ઈનિંગમાં રવિન્દ્ર જાડેજા ભારતની બેટિંગમાં એકમાત્ર હીરો હતો. તે 181 બોલમાં 61 રન બનાવીને અણનમ પરત ફર્યો.