કેનેડામાં પોતાના કાફે પર ફાયરિંગ બાદ કોમેડીયન કપિલ શર્માએ પ્રતિક્રિયા આપી છે. કપિલ શર્માએ આ ગોળીબારની ઘટનાને લઈ દુ:ખ વ્યક્ત કર્યું હતું. મળતી માહિતી મુજબ, બુધવારે રાત્રે કપિલ શર્માના કેનેડા સ્થિત રેસ્ટોરન્ટ ‘કેપ્સ કાફે’ પર ગોળીબાર કરવામાં આવ્યો હતો. ખાલિસ્તાની આતંકવાદીઓએ આ સમગ્ર હુમલાની જવાબદારી લીધી છે.
કપિલ શર્માના કેપ્સ કેફેએ ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક પોસ્ટ શેર કરી છે જેમાં તેણે લખ્યું છે, ‘દિલથી એક મેસેજ, અમે સ્વાદિષ્ટ કોફી અને મૈત્રીપૂર્ણ વાતચીતને કારણે હૂંફ, સમુદાય અને ખુશી માટે કેપ્સ કેફે ખોલ્યું હતું. તે સપના પરની હિંસા દુઃખદ છે. અમે આ આઘાતમાંથી સ્વસ્થ થઈ રહ્યા છીએ પણ હાર માનીશું નહીં. તમારા સમર્થન બદલ આભાર. તમાર શબ્દો, પ્રાર્થનાઓ અને DM માટે અમારા માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે.’