મંગળવારે સવારે તમિલાનાડુના શિવકાશીમાં એક ખાનગી ફટાકડાની ફેક્ટરીમાં જોરદાર વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટ એટલો ભયાનક હતો કે વિસ્ફોટનો અવાજ દૂર દૂર સુધી સંભળાયો હતો. વિસ્ફોટ બાદ આગ લાગી હતી જેના ધૂમાડા દૂર દૂર સુધી આકાશમાં જોવા મળ્યા હતા. દુર્ઘટનામાં 4 લોકોના મોત થયાના અહેવાલ સામે આવ્યા છે, જ્યારે 3થી વધુ લોકો ઘાયલ થયા છે, જેમની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
https://x.com/vishalpott60095/status/1939923640058884432
મળતી માહિતી મુજબ, શિવકાશી નજીક ચિન્નાકામનપટ્ટી ગામમાં એક ખાનગી ફટાકડા ફેક્ટરીમાં જોરદાર વિસ્ફોટ થયો, જેના કારણે 4 કામદારોના મોત થયા અને 3થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા. આ ઘટના દરમિયાન કામદારો રસાયણોનો ઉપયોગ કરીને ફટાકડા બનાવવાની પ્રક્રિયામાં વ્યસ્ત હતા, ત્યારે અચાનક થયેલા આ વિસ્ફોટનો અવાજ 1 કિલોમીટરથી વધુ દૂર સુધી સંભળાયો હતો.