અમદાવાદ : જગન્નાથ મંદિરના મહંત દિલિપ દાસજી મહારાજને જગદગુરુની પદવી એનાયત

Chintan Suthar
By Chintan Suthar 1 Min Read

અમદાવાદમાં યોજાયેલી ભવ્ય જગન્નાથ રથયાત્રા દરમિયાન એક ઐતિહાસિક ઘટના બની. અષાઢી બીજે આજે ભગવાન જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા હતા. ત્યારે જમાલપુર જગન્નાથ મંદિરના મહંત 1008 મહામંડલેશ્વર દિલીપદાસજી મહારાજને ‘જગતપતિ જગદગુરુ’ની પદવી એનાયત કરવામાં આવી છે.

https://x.com/DDNewsGujarati/status/1938538882561400962

આ પ્રસંગે વૈષ્ણવ સંપ્રદાયના અનેક સંતો હાજર રહ્યા હતા. તેમની હાજરીમાં આ ઉચ્ચ પદવી આપવામાં આવી છે.આ સન્માન સાથે મહંતશ્રી હવે “જગતગુરુ દિલીપદાસજી મહારાજ” તરીકે ઓળખાશે. આ પદ કોઈ સામાન્ય વ્યક્તિને આપવામાં આવતું નથી, તેની પાછળ કડક ધર્મિક માપદંડો લાગુ થાય છે. જે મુજબ ત્યાગી સંન્યાસી હોવો જોઈએ, , બ્રહ્મચારી જીવન જીવતો હોવો જોઈએ તેમજ ચતુર્વેદ, વેદાંગ અને પુરાણોનું જ્ઞાન હોવું જોઈએ, સંસ્કૃતમાં પ્રવીણતા હોવી જોઈએ ઉપરાંત જીવનમાં મુંડન અને પિંડદાન કરેલું હોવું જોઈએ અને રૂદ્રાક્ષ ધારણ કરેલો હોવો જોઈએ. આ ઉપરાંત અખાડાઓના પ્રમુખો, આચાર્ય મહામંડલેશ્વરો, પ્રતિષ્ઠિત સંતો અને કાશી વિદ્વત પરિષદની સંમતિ આવશ્યક હોય છે. તમામ ધોરણો પૂરા થયા પછી જ શંકરાચાર્યની પદવી એનાયત થાય છે.

Share This Article