ભગવાન જગન્નાથની રથયાત્રાને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે, આવતીકાલે શુક્રવારે એટલે કે 27 જૂને ભગવાન જગન્નાથ ભક્તોને દર્શન આપવા માટે નગરયાત્રાએ નીકળશે. જેને લઈને મંદિર ટ્રસ્ટ તેમજ પોલીસ તંત્ર દ્વારા સંપૂર્ણ વ્યવસ્થા કરી દેવામાં આવી છે. રથયાત્રાના દિવસે મુશ્કેલી ન પડે તે માટે અમદાવાદ પોલીસે અમુક વિસ્તારોને ‘નો પાર્કિગ ઝોન’ જાહેર કર્યા છે.
મળતી માહિતી મુજબ, અમદાવાદમાં ભગવાનની શ્રી જગન્નાથની ભવ્યાતિભવ્ય 148મી રથયાત્રા આવતીકાલે નીકળવાની છે. આ દરમિયાન કોઈ પણ પ્રકારની અઘટિત ઘટના ના બને તે માટે તમામ પ્રકારની વ્યવસ્થા કરી દેવામં આવી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, રથયાત્રા દરમિયાન માર્ગ પર આગ કે પછી અકસ્માતની ઘટના ના બને તે માટે ફાયરવિભાગ માત્ર 2 થી 4 મિનિટમાં પહોંચી જાય તેવી વ્યવસ્થા કરી દેવામાં આવી છે. રથયાત્રા દરમિયાન રૂટને સમયાંતરે ટ્રાફિક ફ્રી રાખવામાં આવશે. કારણ કે જો કોઈ અકસ્માતની ઘટના ના બને તે માટે પૂરતી વ્યવસ્થા થઈ શકે.ફારયવિભાગ સિવાય 23,884 જવાનો પણ બંદોબસ્ત માટે ખડેપગે રહેવાના છે. આ સાથે સાથે સમગ્ર રથયાત્રા દરમિયાન ગુજરાત પોલીસે 3500 સીસીટીવી કેમેરા દ્વારા મોનિટરિંગ પણ કરશે. તેનો અર્થ એ છે કે, રથયાત્રા પહેલા વ્યવસ્થા અને સુરક્ષાની તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે.
આ રૂટ સંપૂર્ણ રીતે બંધ રહેશે
દિલ્હી દરવાજા, પ્રેમ દરવાજા, કાલુપુર ઘી બજાર, કાલુપુર રેલવે સ્ટેશન, આસ્ટોડિયા ચકલા, કોર્પોરેશન ઓફિસ, રાયખડ ચાર રસ્તા, લોકમાન્ય તિળક બાગ, એમ.જે. લાઈબ્રેરી, જીસીએસ હોસ્પિટલ, અરવિંદ મિલ, જીનિંગ પ્રેસ, અશોક મિલ, નરોડા ફૂટ માર્કેટ, મેમ્કો ક્રોસ રોડ, મ્યુનિ. ઉત્તર ઝોન ઓફિસ, સૈજપુર ટાવર અને નરોડા એસટી વર્કશોપ કેબિન. બસના આ રૂટ સંપૂર્ણપણ બંધ રહેશે.
કયા વિસ્તાર ‘નો પાર્કિંગ ઝોન’ જાહેર કરાયા?
જમાલપુર દરવાજા બહાર જગન્નાથ મંદિરથી જમાલપુર ચકલા, વૈશ્યસભા, ખમાસા, ગોળલીમડા, આસ્ટોડિયા ચકલા, (બી.આર.ટી.એસ. રૂટ સહિત) મદનગોપાલની હવેલી, રાયપુર ચકલા, ખાડિયા જૂની ગેટ, ખાડિયા ચાર રસ્તા, પાંચકૂવા, કાલુપુર સર્કલ, કાલુપુર ઓવરબ્રિજ, સરસપુર, પ્રેમ દરવાજા, જોર્ડનરોડ, બેચર લશ્કરની હવેલી, દિલ્હી ચકલા, હલીમની ખડકી, શાહપુર દરવાજા, શાહપુર ચકલા, રંગીલા યોકી, ઔત્તમ પોળ, આર. સી. હાઇસ્કૂલ, દિલ્હી ચકલા, ઘી કાંટા રોડ, પાનકોરનાકા, ફુવારા, ચાંદલા ઓળ, સાંકડી શેરીના નાકે થઈ માણેકચોક શાક માર્કેટ, દાણાપીઠ, ખમાસાથી જગન્નાથ મંદિર સુધીનો વિસ્તાર નો પાર્કિંગ ઝોન રહેશે.
નોંધનીય છે કે, આ જાહેરનામાનો અમલ ગુજરાત પોલીસ અધિનિયમ 1951ની કલમ-33ની જોગવાઈ હેઠળ મહત્તમ સમયમર્યાદાને આધિન રહીને 26 જૂને રાત્રે 12 વાગ્યાથી લઈને 27 જૂને રથયાત્રા પૂર્ણ ન થાય ત્યાં સુધી કરવાનો રહેશે.