ઈઝરાયલ અને ઈરાન વચ્ચે હુમલાઓ શરૂ, ઈઝરાયલે કટકોટી લાદી

Chintan Gohil

મિડલ ઈસ્ટમાં ઈરાન અને ઈઝરાયલ વચ્ચે યુદ્ધની સ્થિતિ સર્જાઈ હોય તેવુ લાગી રહ્યું છે. ઈઝરાયલના હુમલા બાદ ઈરાને પણ વળતો પ્રહાર કરી દીધો છે અને ઈઝરાયલ પર 100 જેટલા ડ્રોન હુમલા કર્યા છે. મળતી માહિતી મુજબ, શુક્રવારે સવારે ઇઝરાયલે 200 ફાઇટર જેટ વડે ઇરાનના 6 સ્થળો પર હવાઈ હુમલા કર્યા હતા. આમાં 78 લોકો માર્યા ગયા અને 329 ઘાયલ થયા. મૃતકોમાં 6 ઇરાની પરમાણુ વૈજ્ઞાનિકો અને ટોચના 4 લશ્કરી કમાન્ડર સહિત 20 લશ્કરી અધિકારીઓનો સમાવેશ થાય છે.

https://x.com/IRIran_Military/status/1933598848087437510

ઇઝરાયલે કટોકટી લાદી

જવાબી હુમલાની આશંકા જોતા ઇઝરાયલે કટોકટી લાદી દીધી છે. જવાબી કાર્યવાહીમાં ઈરાને પણ 100 ડ્રોન ઇઝરાયલ તરફ છોડ્યાં છે તેમ ઇઝરાયલી સેનાનું કહેવું છે.આ હુમલામાં અત્યાર સુધીમાં એક વ્યક્તિનું મોત જ્યારે ડઝનેક લોકો ઈજાગ્રસ્ત થયાની માહિતી મળી રહી છે.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *