અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના : ઘટના સ્થળેથી મળી આવેલા 19 મૃતદેહો કોના? પોલીસ કરી રહી છે તપાસ

Chintan Gohil

અમદાવાદમાં ગુરુવારે થયેલી વિમાન દુર્ઘટનામાં મોતનો આંકડો 268 પર પહોંચ્યો છે. એર ઇન્ડિયાનું પ્લેન આઇજીપી કંપાઉન્ડ મેઘાણીનગરમાં ક્રેશ થવાની ઘટનામાં અત્યાર સુધી કુલ 268 લોકોના મોત નીપજ્યાનું પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. આ મૃતકોમાં 241 પેસેન્જર અને ક્રુ મેમ્બર્સ હતા. જ્યારે આઠ મૃતકોમાં ચાર વિદ્યાર્થી સહિત અન્ય આઠ લોકોની ઓળખ થઇ ચુકી છે. જ્યારે બાકીના 19 મૃતદેહ અંગે તપાસ કરવામાં આવી રહી છે. જેમાં પ્લેન ક્રેશની ઘટના બાદ મેસ અને હોસ્ટેલ તેમજ આસપાસમાંથી લાપત્તા થયેલા લોકો અંગે વિગતો એકઠી કરવા માટે પોલીસની વિશેષ ટીમ દ્વારા તપાસ કરવામાં આવશે.

સફાઈ સ્ટાફના 15 લોકો લાપતા

ત્યારે હજુ પણ મેસમાં કામ કરતા સ્ટાફના લોકો તેમજ મેડીકલ હોસ્ટેલમાં સાફ સફાઇનું કામ કરવા આવતા 15થી વધુ લોકો લાપત્તા છે. જેથી પોલીસને મળી આવેલા મૃતદેહો લાપત્તા વ્યક્તિોના હોવાની આશંકા છે. જેથી લાપત્તા વ્યક્તિઓના પરિવારજનો ડીએનએ રિપોર્ટ કરવા માટેની કામગીરી કરવામાં આવી રહી છે.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *