ગુજરાતમાં ચોમાસાને લઈ હવામાન વિભાગની આગાહી

Chintan Gohil
By Chintan Gohil 1 Min Read

હાલમાં ભારે ગરમીથી લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. કેટલીક જગ્યાએ ગરમીના મોજાની અસર પણ જોવા મળી રહી છે. દિવસ દરમિયાન ભારે ગરમી રહેશે. આ ઉપરાંત ભેજ પણ લોકોને પરેશાન કરી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી કરી છે. જેમાં જણાવાયું છે કે ગુજરાતમાં ગમે ત્યારે ચોમાસુ આવી શકે છે.

આગામી 48 કલાકમાં ચોમાસું બેસે તેવી સંભાવના

હવામાન વિભાગે જણાવ્યું હતું કે કેટલાક રાજ્યોમાં ચોમાસુ આવી ગયું છે. ગુજરાતમાં 14 જૂનથી ચોમાસુ ખૂબ જ સક્રિય થશે, જેના કારણે 16 જૂન પછી ઘણા વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે જણાવ્યું કે, ચોમાસું 48 કલાકમાં ગુજરાતમાં બેસી શકે છે.વરસાદની આગાહીની વાત કરીએ તો, 7 દિવસ રાજ્યમાં વરસાદી વાતાવરણની સંભાવના છે. હળવાથી લઈ અતિભારે વરસાદની સંભાવના છે. આજે અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદની આગાહી છે. કાલે નર્મદા, તાપી, નવસારીમાં ભારે વરસાદનું એલર્ટ છે, ડાંગ, વલસાડમાં ભારે વરસાદની આગાહી છે.

Share This Article