ઓડિશાના IAS ધીમન સસ્પેન્ડ, બિઝનેસમેન પાસેથી 10 લાખ રૂપિયા લીધી હતી લાંચ

Chintan Gohil
By Chintan Gohil 1 Min Read

ભ્રષ્ટાચાર કરવો, ખોટી રીતે પૈસા કમાવવા અને લાંચ લેવાની વૃત્તિથી મોટા દરજ્જાના અધિકારીઓ પણ બાકાત નથી. હાલમાં જ ઓડિશાના એક IAS અધિકારી બિઝનેસમેન પાસેથી તોડ કરવા જતા 10 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા હતા. ત્યારે આ મામલે IAS અધિકારી ધીમન ચકમાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

ઓડિશામાં એક IAS અધિકારી 10 લાખ રૂપિયાની લાંચ લેતા પકડાયા હતા. એટલું જ નહીં, જ્યારે અધિકારીઓએ તેમના સરકારી નિવાસસ્થાનની તપાસ કરી ત્યારે ત્યાંથી 47 લાખ રૂપિયા રોકડા મળી આવ્યા હતા. ઓડિશા વિજિલન્સ ડિરેક્ટોરેટે આ માહિતી આપી હતી. મીડિયા સૂત્રોના અહેવાલ મુજબ, 2021 બેચના IAS ધીમન ચકમા (36) કાલાહાંડી જિલ્લાના ધરમગઢમાં ડેપ્યુટી કલેક્ટર તરીકે ફરજ બજાવે છે. ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ તેમની સામે કેસ નોંધવામાં આવ્યો છે. વિજિલન્સ અધિકારીઓના જણાવ્યા અનુસાર, IASએ એક વેપારી પાસેથી 20 લાખ રૂપિયાની માંગણી કરી હતી. પ્રથમ હપ્તા તરીકે, તેમણે કથિત રીતે 10 લાખ રૂપિયાની માંગણી કરી હતી.

Share This Article