આરસીબી આઈપીએલ 2025 વિજેતા બન્યા બાદ બેંગલુરુમાં વિક્ટ્રી પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમયે મચેલી નાસભાગમાં 11 લોકોના મૃત્યુ થયા હતા. દુર્ઘટના બાદ કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ મોટી જાહેરાત કરી છે. તેમણે દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોના પરિવારને આપવામાં આવતા વળતરની રકમ વધારીને હવે 25 લાખ રૂપિયા કરવાનો આદેશ આપ્યો છે.
https://x.com/CMofKarnataka/status/1931391554981450212
અગાઉ 10 લાખની સહાયની કરી હતી જાહેરાત
આ અગાઉ રાજ્ય સરકારે 10 લાખ રૂપિયાની મદદની રકમ જાહેર કરી હતી. પણ ઘટનાની ગંભીરતાને જોતાં મુખ્યમંત્રીએ આ રકમ વધારવાનો નિર્ણય કર્યો છે. તેમજ સીએમ સિદ્ધારમૈયાએ અધિકારીઓને અસરગ્રસ્ત પરિવારોને શક્ય તેટલા વહેલા આર્થિક સહાય આપવા આદેશ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, સ્ટેડિયમમાં થયેલી નાસભાગથી કર્ણાટકની સાથે સાથે સમગ્ર દેશને હચમચાવી દીધુ છે.